ચોથી જાગીરને પણ દાદ ન આપનાર ફોજદાર સામે તરૂણ ને મારમાર્યાના મામલે ડીવાયએસપીને તપાસ સોંપતી અદાલત

બોક્સાઇટ ચોરી થી કુખ્યાત કલ્યાણપુર તાલુકામા આ પોલીસ નો અત્યાચાર ક્યા શરૂ થયો??? લોકો ઉચ્ચ કક્ષાએ જશે


જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)
વારંવાર આક્ષેપોના દાયરામા આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામા ફરજ બજાવનાર  અને ચોથી જાગીરને પણ દાદ ન આપનાર ફોજદાર સામે તરૂણ ને મારમાર્યાના મામલે ડીવાયએસપીને તપાસ  અદાલતે સોંપતા ચકચાર તો મચી જ છે તેમજ સમાજના સન્માનિત વર્ગને પણ ગાંઠતા ન હોય તેવા આ ફોજદાર કોઇના આધારે ખુબ તેજ દોડે છે તે દોડ હાલની તપાસ યોગ્ય થાય તો કઇક પગલા લેવાયાની સંવેદનશીલ  સરકારની છાપ સાચી પડે તેમ છે કેમકે એક તરૂણ ને આ લોકોએ માર માર્યો છે ત્યારબાદ ની ગંભીરતા એ છે કોર્ટમા ફરિયાદ કરી તરૂણે પીએસઆઇ એને ૪ કર્મચારીઓને ઓળખી બતાવતા કોર્ટે તુરંત તપાસ સોંપી છે દરમ્યાન પીએસઆઇ વતી સ્ટાફ તરૂણ ના ભાઇ ને સમાધાન ના તેડા મોકલે છે તેમ જાણવા મળ્યુ છે કેમકે તે વાતચીત નો ઓડીયો ફરવા લાગ્યો છે બોક્સાઇટ ચોરી થી કુખ્યાત અને સરકારી જમીનો ની લ્હાણી માટે જાણીતા તેમજ સૌ ને સમૃદ્ધ કરનાર આ પછાત તાલુકા (!!!) કલ્યાણપુર તાલુકામા આ પોલીસ નો અત્યાચાર ક્યા શરૂ થયો???  તે સવાલો સાથે હવે અમુક વગદાર  લોકો  આ મામલે ઉચ્ચ કક્ષાએ જવા તજવીજ કરતા હોવાની હિલચાલ છે
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં થોડા દિવસ પહેલા પોલીસ કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. આરોપીને દારૂના કેસમાં પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. પરતું બાદમાં સગીર આરોપીને કસ્ટડીમાં PSI ગગનીયા અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા ઢોર માર મરાતા મામલો કોર્ટ સમક્ષ પહોંચતા આજે કોર્ટમાં પોલીસ કર્મચારીઓની ઓળખ પરેડ થઈ હતી.

સગીર આરોપીએ PSI ગગનિયા સહિતના ચારેય પોલીસ કર્મીઓની ઓળખ કરી લીધી છે.કસ્ટડીમાં સગીરને બેફામ ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ બાદ આજે સગીરે કોર્ટમાં પીએસઆઇ ગગનીયા સહિતના ચારેય પોલીસ કર્મચારીઓને ઓળખી બતાવ્યા હતા. જો કે સમગ્ર મામલો સામે આવ્યા બાદ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈ DySp હીરેન્દ્ર ચૌધરીએ ખાતાકીય તપાસ શરૂ કરી છે…………….ફરીયાદ કરવાથી શુ થશે??? ગજ્જ….બ કેવાય ને??? પોલીસ વિભાગની થઇ બદનામી
પોલીસ કર્મચારી તરૂણ ના ભાઇ ને એમ કહે છે કે ફરિયાદ કરવાથી શું થશે??? ગજ્જબ કેવાય ને??? આ શબ્દોથી સમગ્ર પોલીસ વિભાગની બદનામી થઇ હોય જિલ્લા પોલીસ વડા એ આ વાક્યો ઉપર અલગથી પગલા લેવા ઘટે તેમ  કાયદા નિષ્ણાંતો નો મત છે જો કે પોલીસ મા યુનિયન ની મંજુરી નથી છતા અમુક જુથ કેમ પાવરફુલ થય જાય છે તે સવાલ છે અરે ફોજદાર સાયબ અને મારા કોન્સ્ટેબલ ભાઇઓ  સરકારી ફરજ મા સેવા અને શીસ્ત ના નિયમો તેમજ પોલીસ મેન્યુઅલ જરા જુઓ તમને લાગુ પડતી જોગવાઇઓ વાંચો જો કઇ ભુલ થશે તો અત્યાર સુધી તમે સાચવ્યા હશે ને એ પણ કોઇ હેલ્પ નહી કરે અને હા જામનગર મા બાર વર્ષ પહેલા આ રીતે એક તરૂણ ને મારેલો ઓને ઓન મા ત્યારે મીડીયાકર્મીની જહેમત થી લગત કર્મચારી  લોકો એ મામલો ઠારવા કેવી કસરત કરતા તા તે જરા અભ્યાસ કરી લેવો તે હિતાવહ છે તેમજ જો પોલીસ જ  એમ કે કે ફરિયાદ કરવાથી શુ થશે??? તો લોકોનો ડગુમગુ ભરોસો સાવ ઉઠી જશે માટે ભલે ફરિયાદ કરવાથી ન્યાય ન મળવાનો હોય પરંતુ આવુ કડવુ સત્ય ન જ બોલાય મારા ભઇલાવ….!!!

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM