જામકંડોરણા કન્યા છાત્રાલય ખાતે ખેડૂત નેતા ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયા ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તથા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું..

સૌરાષ્ટ્ર ના ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ સ્વ.વિઠલભાઈ રાદડિયા ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે અનેક સ્થળો એ વિવિધ સેવાકીય કેમ્પો અને રકતદાન કેમ્પો યોજી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જામકંડોરણા માં કન્યા છાત્રાલય ખાતે સ્વ.વિઠલભાઈ રાદડિયા ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે વૃક્ષો નું પણ વિતરણ કરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યા માં લોકો એ રક્તદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પ માં 933 બોટલ રક્ત ની એકત્રિત કરવામાં આવી હતી.અને અલગ અલગ બ્લડ બેન્ક ને આપવામાં આવી હતી.કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા એ દીપ પ્રાગટય કરી ને સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુક્યો હતો.આ કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા,રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરીયા,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હિરેનભાઈ બાલધા,કારોબારી ચેરમેન ધ્રુપાલસિંહ જાડેજા,માર્કેટિંગ યાર્ડ ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર,જામકંડોરણા સરપંચ ગૌતમભાઈ વ્યાસ, માજી સરપંચ જસમતભાઈ કોયાણી,તાલુકા ઉપપ્રમુખ કરશનભાઈ, દલિત આગેવાન ખીમજીભાઇ બગડા, કાનજીભાઈ પરમાર તથા તાલુકાના આગેવાનો એ હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *