પ્રધાનમંત્રી 5 ઓગસ્ટે ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટ, 2021ના રોજ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 1 વાગ્યે સંવાદ કરશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ 5 ઓગસ્ટ, 2021ને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દિવસ તરીકે ઉજવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં એક વિશાળ જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે જેથી કોઈ લાભાર્થી યોજનાના લાભોથી વંચિત ન રહે. રાજ્યના લગભગ 15 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા વિનામૂલ્યે રાશન મળી રહ્યું છે. રાજ્યમાં લગભગ 80,000 વાજબી ભાવની દુકાનો યોજનાના લાભાર્થીઓને અનાજનું વિતરણ કરી રહી છે.આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *