વલસાડ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ નું સન્માન યોજાયો…

 રિપોર્ટ:- સીમા ભટ્ટાચાર્ય

ગુજરાત સરકાર ના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના ગુજરાત રાજ્‍યકક્ષાના માનનીય મંત્રી શ્રી બચુભાઇ ખાબડજી ના અધ્યક્ષ સ્થાને અને વલસાડ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની હેઠળ વલસાડ તાલુકા યુવા મોરચા અને વલસાડ શહેર યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ નું સન્માન સમારંભ કોળી પટેલ સમાજ ની વાડી માં યોજાયો…

ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીની સુચના અને માર્ગદર્શન મુજબ સેવા સંગઠન કાર્યક્રમ અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી વલસાડ શહેર યુવા મોરચા અને વલસાડ તાલુકા યુવા મોરચા દ્વારા વલસાડ તિથલ રોડ ખાતે આવેલ કોળી પટેલ સમાજ ની વાડી માં ગુજરાત સરકારના ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ જી ના અધ્યક્ષ સ્થાને તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારા ની આગેવાની હેઠળ તેમજ વલસાડ જિલ્લા ભાજપ યુવા  મોરચાના પ્રમુખશ્રી સ્નેહીલભાઈ દેસાઈ ના નેતૃત્વ હેઠળ તેમજ વલસાડના લોકલાડીલા ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી સનમભાઈ પટેલ તેમજ પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી શ્રી ઈલિયાસભાઈ મલેક ની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ શહેર તેમજ તાલુકામાં કોરોના કાર્ડ ની મહામારી સમયે પહેલી અને બીજી શહેરમાં પોતાના સ્વાસ્થ્યની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે નિસ્વાર્થ પણે સેવાભાવના થી વલસાડ શહેર તેમજ તાલુકાના છેવાડાના જરૂરિયાત મંદ લોકો માટે ખડે પગે ૨૪ કલાક સેવા આપનાર અનેક સેવાભાવી સ્વેચ્છિક સંસ્થાઓ નું સન્માન સમારંભ યોજવામાં આવ્યું હતું…

    કોરોના વોરિયર્સ કાર્યક્રમ ની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ વલસાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ શ્રી મિતભાઈ પટેલ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી…

       ગુજરાત સરકાર ના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના ગુજરાત રાજ્ય ના રાજ્‍યકક્ષાના માનનીય મંત્રી શ્રી બચુભાઇ ખાબડજી એ ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ની આગેવાની હેઠળ યુવા મોરચા દ્વારા યોજાયેલ કોરોના વોરિયર્સ સન્માન સમારંભમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી ની નેતૃત્વવાળી સરકારે કોરોના મહામારી સમયે જાહેર જનતાના આરોગ્યની વિશેષ ચિંતા કરી બનતા તમામ પ્રયાસો કર્યા હતા અને કોરોના ની બીજી લહેર સમયે રાજ્યમાં ઓક્સિજન અને રેમડેસ્વીર ઇન્જેક્શનની અછતને પહોંચી વળવા પણ આયોજન બદ્ધ નિર્ણય કરી જનતાની સુખાકારી માટે અને પગલાઓ લીધા હતા વલસાડ કોરોના વોરિયર્સ સન્માન સમારંભ અંગે તેમણે વલસાડ શહેર તેમજ તાલુકાની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ નિસ્વાર્થ સેવા ભાવના ને બિરદાવવી હતી તેમજ આ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિધાનસભામાં પણ ચર્ચા કરવા અંગેની વાત કરી હતી…

      ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના માનનીય પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા દ્વારા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી.નડ્ડાજી અને ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના સફળ સુકાની માનનીય પ્રમુખશ્રી સી.આર.પાટીલ જી ની સુચના અને માર્ગદર્શન મુજબ કોરોના મહામારી સમયે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને યથાશક્તિ જરૂરિયાતમંદ લોકો ને મદદ કરવા માટે કરવામાં આવેલી હાકલને જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હોવાની તેમજ રક્તદાન શિબિરો યોજવામાં આવ્યા હોવા અંગેની પણ વાત કરી હતી.આ સાથે જ વલસાડ શહેર તેમજ વલસાડ તાલુકામાં ૨૪ કલાક નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ લોકોને સેવા આપનાર તમામ સ્વૈચ્છિક, સામાજીક સંસ્થાઓનો ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા વતી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તેમની નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી હતી… કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વલસાડ જિલ્લામાં કોરોના મહામારી ની પહેલી તેમજ બીજી લહેર માં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલાં લોકપ્રતિનિધિઓ સાથે ખભે ખભો મિલાવી અનેક સંસ્થાઓએ સેવાકીય પ્રવૃત્તિઓ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, આ તબક્કે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા વલસાડ ના પત્રકારો દ્વારા પણ કરવામાં આવેલી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી..

    ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહીલભાઈ દેસાઈ એ કાર્યક્રમ અંતર્ગત જણાવ્યું હતું કે વલસાડ શહેર તેમજ વલસાડ તાલુકા ના કાર્યરત તમામ સંસ્થાઓ દ્વારા કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરી વિષેશ નોંધ પાત્ર છે અને વલસાડ જિલ્લા માટે સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવનારી બાબત છે… ભારતીય જનતા પાર્ટી વલસાડ શહેર યુવા મોરચાના તેમજ વલસાડ તાલુકા યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારંભમાં ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનુભાઈ પટેલ વલસાડ ભારતીય જનતા પાર્ટી જિલ્લાના ઉપપ્રમુખ શ્રીમતી જીગીતસાબેન પટેલ વલસાડ જિલ્લા ભાજપના કોષાઅધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ,વલસાડ શહેર સંઠન ના મહામંત્રી શ્રી ધર્મીનભાઈ શાહ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કમલેશભાઈ ઠાકોર તાલુકા પંચાયત વલસાડના ઉપપ્રમુખ શ્રીમતી દેવાંશીબેન પટેલ વલસાડ જિલ્લા ભાજપ યુવા મહામંત્રીશ્રીઓ પ્રભાકરભાઈ યાદવ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ જિલ્લા યુવા મોરચાના કોષાધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ નંદા,ભારતીય જનતા પાર્ટી જિલ્લા યુવા મોરચાના સોશિયલ મીડીયા ના ઇન્ચાર્જ શ્રી ધાર્મિકભાઈ દેસાઈ, તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ સ્વેચ્છિક સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી ભાસીનભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમની આભાર વિધિ વલસાડ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ શ્રી મિહિરભાઈ પાંચાલ દ્વારા કરવામાં આવી હતી…

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM