વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન “અનુબંધમ”નું ટાઉનહોલ, એ.પી.એમ.સી, વિરમગામ-અમદાવાદ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના વરદ હસ્તે લોકાર્પણ

૫ (પાંચ) વર્ષ આપણી સરકારના- “ સૌનો સાથ – સૌનો વિકાસના” ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજીત “ રોજગાર દિવસ” નિમિતે મેગા જોબ ફેર અને નિમણૂક પત્રોનું વિતરણ તથા રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન “અનુબંધમ”નું ટાઉનહોલ, એ.પી.એમ.સી, વિરમગામ-અમદાવાદ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તેમના વરદહસ્તે યુવાનોને રોજગાર એનાયતપત્રો આપવામાં આવ્યા હતા.

યુવાનોને રોજગારી આપવામાં અગ્રેસર ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના રોજગારીની લગતા અનેક વિકાસલક્ષિ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી વજુભાઇ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય સુ.શ્રી તેજશ્રીબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી સુરેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નવદીપભાઈ ડોડીયા, પ્રાંત અધિકારીશ્રી દીપેશ કેડીયા(IAS), ટીડીઓ સુ.શ્રીબેન રૂચિ બિંદાલ(IAS), શહેર ભાજપ પ્રમુખશ્રી નરેશભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ સુ.શ્રી રેખાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી ચેતનભાઈ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ સુ.શ્રી રેખાબેન ઠક્કર, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી વિષ્ણુભાઈ જાદવ, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રમોદભાઈ પટેલ તેમજ ઉધોગના પ્રતિનિધિઓ અને લાભાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *