મોરબી શહેર શનાળા રોડ પંચ મુખી હનુમાનજી ના મંદીર માં સોમનાથ મહાદેવ મંદિર ની પ્રતિષ્ઠા મહોત્સવ 11/8થી13/8/2021સુધી


આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, મોરબી સંચાલીત ચાલુ વર્ષે પણ ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે

આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સિનિયર સિટીઝન ભાઈઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીથી મેળવી તા.૦૨/૦૯/૨૦૨૧ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોક્ટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્ર્મ અંગેની જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા અને વધુ માહીતી માટે મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મોરબી દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ:-મહેશ ડી સિંધવ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *