આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવશે. શ્રેણીબદ્ધ ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; દેશના ભાગલાની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે, આપણી લાખો બહેનો અને ભાઈઓ વિસ્થાપિત થયા અને જીવ પણ ગુમાવ્યા. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 મી ઓગસ્ટને ‘વિભિષિકા સ્મારક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. #PartitionHorrorsRemembranceDay નો આ દિવસ આપણને ભેદભાવ, દુશ્મનાવટ અને દુરાગ્રહના ઝેરને દૂર કરવા માટે પ્રેરણા તો આપશે જ, પરંતુ તે એકતા, સામાજિક સમરસતા અને માનવીય સંવેદનાઓને પણ મજબૂત બનાવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *