કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાના નિર્ણયને વધાવ્યો



“દેશના વિભાજન સમયે હિંસા અને તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલી આપણી અસંખ્ય બહેનો અને ભાઈઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની યાદમાં મોદીજીએ 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.”

“હું આ સંવેદનશીલ નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું”

“દેશના ભાગલાના ઘા અને પ્રિયજનો ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવી શકાતું નથી”

“મને વિશ્વાસ છે કે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ સમાજમાંથી ભેદભાવ અને નફરતની દુષ્ટ ઇચ્છાનો અંત લાવશે અને શાંતિ, પ્રેમ અને એકતાને મજબૂત કરશે”

ગૃહમંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાના નિર્ણયને વધાવ્યો છે. શ્રી અમિત શાહે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, “દેશના વિભાજન સમયે હિંસા અને તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલી આપણી અસંખ્ય બહેનો અને ભાઈઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની યાદમાં મોદીજીએ 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.” હું આ સંવેદનશીલ નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, “દેશના ભાગલાના ઘા અને પ્રિયજનો ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મને વિશ્વાસ છે કે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ સમાજમાંથી ભેદભાવ અને નફરતની દુષ્ટ ઇચ્છાનો અંત લાવશે અને શાંતિ, પ્રેમ અને એકતાને મજબૂત કરશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *