માંડવી મધ્યે ૭૫ માં સ્વતંત્ર પર્વની ઉમંગ અને ઉત્સાહ ભેર ઉજવણી કરાઇ..

રિપોર્ટ :- અજય ખત્રી – કચ્છ

 માંડવી મામલતદાર કચેરી ખાતે ઈન્ચાર્જ મામલતદાર નવીનચંદ્ર મારુ ના હસ્તે અને તાલુકા પંચાયત ખાતે નિલેશભાઈ મહેશ્વરી ના હસ્તે ઘ્વજવંદન કરાયું 

માંડવી : ભારતની આઝાદીના 75માં સ્વાતંત્ર પર્વ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી માંડવી મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી. માંડવી ના ઈન્ચાર્જ મામલતદાર નવીનચંદ્ર મારુ ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. 
આ પ્રસંગે મામલતદાર નવીનચંદ્ર મારું એ 150 વર્ષની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ભાગ ભજવનારા સપૂત, વીરાંગનાઓ ના ઋણ ની આહુતિ ને યાદ કરતા સ્વરાજ થી સુરાજ્યની મનોકામના થકી તેમણે આપેલા બલિદાન અને દેશવાસીઓએ ક્યારેય ન ભુલવો જોઈએ તેમ જણાવ્યું હતું. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા નો ભાવ દરેક દેશવાસીઓમાં વધુ પ્રબળ બને તેઓ ભાવ વ્યક્ત કરતાં સામાજિક ન્યાય સમગ્ર વિશ્વમાં માત્ર ભારતે જ વિકસાવ્યું છે વૈદિક સંસ્કૃતિમાં પણ આ માટે નો ખ્યાલ ઋષિ-મુનિઓએ વ્યક્ત કર્યો હતો. પ્રવાસન ક્ષેત્રે કચ્છ માટે સારી તકો રહેલી છે વૈશ્વિક કક્ષાનો બીચ, ડુંગર અને રણ ની વિશેષતા થકી કચ્છનો અજોડ પ્રવાસન વિકાસ થયું છે. 


આ તકે કોરોના વોરિયર્સની કામગીરીને પણ તેમણે બિરદાવી હતી અને નર્મદા સત્વરે મોડકુબા સુધી પહોંચે તે માટેના અડચણો દૂર થાય અને સહિયારા પ્રયાસોથી નર્મદાના અવતરણ મોડકુબા સુધી જલ્દી થાય તેવી અપીલ તેમણે કરી હતી. આ પ્રસંગે કોરોના વોરીયસ ડો.મૃગેશ બારડ, મસ્કા સરપંચ કીર્તિ ગોર, બી આર સી બીપીન પરમાર, આરોગ્ય ખાતાના અશ્વિન ગઢવી, વિશાલ અગ્રાવત, ભરત વિંઝોડા સહિતનું સન્માન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ મામલતદાર ડી એચ વ્યાસ દ્વારા કરાયું હતું. માંડવી ના ઇન્ચાર્જ પીઆઇ આર સી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ બાદ અદબ તિરંગાને સલામી આપી હતી. 
આ પ્રસંગે નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહિલ, મરીન પી.આઈ. શ્રી ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી વી.બી.ગોહીલ, હંસાબેન આલ, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશ્વરી મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય અરવિંદસિંહ જાડેજા, નાયબ મામલતદાર દેસાઈ માર્ગ-મકાન વિભાગના કલ્પેશ નાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. 
માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિલેશભાઈ મહેશ્વરીએ ૭૫માં સ્વાતંત્ર પર્વની સર્વે સર્વે ને શુભકામનાઓ પાઠવતા દેશનો વિકાસ વધુ પ્રગતિ માન બને અને જનસુખાકારી માટે નવા આયામો ઉમેરી શકાય તેઓ ભાવ વ્યક્ત કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી વી.બી.ગોહીલ, સાગર બેન ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય અરવિંદસિંહ જાડેજા, દિપક સીરોખા, જીતુ આયડી, પરબત માતંગનું તાલુકા પંચાયતના સ્ટાફ ગણ નારાણ ગઢવી, નિલેશ પરમાર, સંજય મોતા, યોગેશ પારસીયા, યુવરાજસિંહ લીંબડ, દિલીપભાઈ સેવક, તાલુકા શિક્ષણ અધિકારી કમલેશ ખટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM