ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ અન્ન કીટનું ગાંધીનગર મહાનગરના વોર્ડ નં . ૮ અને ૧૦ માં જરૂરિયાતમંદોને વિતરણ કરાયું

“ સૌને મળે અન્ન , ભૂખ્યું ના સૂવે કોઈ જન ”

“ સૌને મળે અન્ન , ભૂખ્યું ના સૂવે કોઈ જન ” ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ અન્ન કીટનું ગાંધીનગર મહાનગરના વોર્ડ નં . ૮ અને ૧૦ માં જરૂરિયાતમંદોને વિતરણ કરાયું . ઘાટલોડિયાના ધારાસભ્યશ્રી ભૂપેન્દ્ર પટેલ , ગાંધીનગર જિલ્લા પ્રભારીશ્રી હર્ષદ પટેલ , મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયો કીટ વિતરણ કાર્યક્રમ . ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના માધ્યમથી તૈયાર કરાયેલ રાશન કીટનું મહાનગરના વોર્ડ નં .૮ અને ૧૦ માં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું .

અન્ન કીટ વિતરણ કાર્યક્રમમાં ઘાટલોડિયાના ધારાસભ્યશ્રી ભૂપેન્દ્ર પટેલ , ગાંધીનગર જિલ્લા પ્રભારીશ્રી હર્ષદ પટેલ , મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ , મહામંત્રીશ્રીઓ શ્રી ગૌરાંગ પટેલ , શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા , સિનિયર અગ્રણીશ્રીઓ તેમજ મહાનગર ભાજપા સંગઠનના હોદ્દેદારો , ભાજપના ઉમેદવારો , મોરચાના પદાધિકારીઓ , વોર્ડ ૮ અને ૧૦ ના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે શ્રી ઋચિર ભટ્ટે જણાવ્યું હતું કે , કોરોનાકાળની શરૂઆતથી જ ભાજપાના કાર્યકર્તાઓ સેવા હી સંગઠનના ભાવ સાથે પોતાની ચિંતા કર્યા સિવાય સેવામાં લાગી ગયા હતા . જનતા પણ એ વાતની સાક્ષી રહી છે કે , કોરોના મહામારીમાં ફક્ત ભાજપનો કાર્યકર્તા જ જનતા વચ્ચે સેવાકાર્યમાં જોતરાયેલો હતો .

ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહ પાસે દેશના ગૃહ અને સહકાર મંત્રાલયની મહત્વની જવાબદારી હોવા છતાંય તેમના મતક્ષેત્રની વિશેષ ચિંતા કરી તમામ માહિતીથી અવગત રહે છે ત્યારે આજે તેમના માધ્યમથી મહાનગરના જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ થઈ રહ્યું છે તે બદલ શ્રી ભટ્ટે આદરણીય શ્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM