જામકંડોરણા ખાતે ગુજરાતના યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે પુજારા ટેલીકોમના અદ્યતન મોબાઈલ સ્ટોરનો શુભારંભ…

રિપોર્ટ:- મહેશ.ડી.સિંધવ

જામકંડોરણા ખાતે ગુજરાતના યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે પુજારા ટેલીકોમના અદ્યતન મોબાઈલ સ્ટોરનો શુભારંભ થયો. સાથે સાથે શ્રી જયેશભાઈએ લેઉવા પટેલ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. શિક્ષણક્ષેત્રે દીકરીઓ માટેની ખુબજ સારી વ્યવસ્થા જોઈને મંત્રી પ્રભાવિત થયા હતા.

પુજારા ટેલીકોમના જામકંડોરણા સ્ટોરના શુભારંભ પ્રસંગે શ્રી જયેશ રાદડિયા સહીત, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હિરેનભાઈ બાલધા, ચીમન ભાઈ પાનસુરીયા, ગૌતમભાઈ વ્યાસ તથા સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોએ પુજારા ટેલીકોમની વિવિધ ગ્રાહકલક્ષી સુવિધાઓને નિહાળી હતી. શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામ મહેમાનોનો યોગેશભાઈ પુજારા એ હ્રદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *