પાટણ દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી ઉજવણી “કસુંબીનો રંગ ઉત્સવ” જીલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી આદરણીય બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો

” હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ” રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને શીક્ષણ વિભાગ, ગાંધીનગર જીલ્લા વહિવટી તંત્ર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી ઉજવણી “કસુંબીનો રંગ ઉત્સવ” જીલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી આદરણીય બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો. રાજપૂતસાહેબે તેમના ઉદબોધનમાં મેઘાણીજીના જીવનચરિત્ર અનેક રસપ્રદ શોર્યગાથાની જીવન ઝરમર વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા મેઘાણી રચિત લોકગીતોની ભવ્ય રજુઆત કરવામાં આવી. જે પ્રસંગે પાટણના પૂર્વ ધારાસભ્ય શ્રી રણછોડભાઈ રબારી, માન.મહામંત્રી પાટણ જીલ્લા ભાજપ શ્રી ભાવેશભાઈ પટેલ, માન.પ્રમુખશ્રી પાટણ નગરપાલિકા શ્રીમતી સ્મિતાબેન પટેલ, માન. વાઈસ ચાન્સેલર શ્રી જે.જે.વોરા, ડીડીઓ શ્રી રમેશ મેરજા (IAS), આરએસી શ્રી એન.ડી.પરમાર, એસી શ્રી સચીનકુમાર (IAS), રજીસ્ટાર શ્રી ડી.એમ.પટેલ, રમતગમત અધિકારીશ્રી શ્રી વિરેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર વિજેતા શ્રી મુગટલાલ નાયક, શ્રી જયંતિભાઈ નાયક, શ્રી ભલુભાઈ નાયક તેમજ અન્ય કલાકારો, ભાઈ-બહેનોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *