કચ્છી ભાષા, સાહિત્યના પ્રસારપ્રચાર અંતર્ગત ઘણા પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે તેમાં કચ્છી સાહિત્ય અકાદામીનું સ્થાન અગ્રિમ સ્થાને ગણી શકાય. તાજેતરમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫ જન્મ જયંતી રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત તા૨૮-૦૮-ના ગાંધીનગર (અમદાવાદ) મહાત્મા મંદિર ખાતે કચ્છી સાહિત્યના નામાકિંત બે સર્જકોને ગૌરવ પુરસ્કારથી સન્માનવામાં આવ્યાં, જેમાં વાર્તા,ઇતિહાસ, અને દલિત સાહિત્યના ઊંડા અભ્યાસુ કાનજી મહેશ્વરી “રિખીયો” નેં વર્ષ ૨૦૧૯નો ગૌરવ પુરસ્કાર અને વાર્તાકાર, વિવેચક, અનુવાદક, કવિ ડૉ. રમેશભટ્ટ “રશ્મિ”ને વર્ષ ૨૦૨૦નો ગૌરવ પુરસ્કાર ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે કચ્છી સાહિત્ય મંડળના સ્થાપક પ્રમુખ લાલજી મેવાડા “સ્વપ્ન’ હાજર રહ્યા હતા.



