મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ તેમજ પરિચય બેઠક

મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ તેમજ પરિચય બેઠક માધાપર સમાજવાડી પંચાસર રોડ મુકામે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી તેમજ પ્રદેશ કિસાન મોરચાના પ્રભારીશ્રી જયંતીભાઈ કવાડિયા સાહેબ તથા પ્રદેશ કિસાન મોરચાના મંત્રીશ્રી તથા મોરબી જિલ્લાના પ્રભારીશ્રી રાણસીભાઈ ગઢવી સાહેબના અધ્યક્ષ સ્થાને મળેલ. દીપ પ્રાગટ્ય તથા ફુલહારથી સ્વાગત બાદ શબ્દોથી સ્વાગત આપણા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખશ્રી પદયુમનભાઈ માકાસણા દ્વારા કરવામાં આવેલ અને પ્રાસંગિક ઉદબોધન જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારીશ્રી ચંદુભાઈ હુંબલ સાહેબે કરેલ અધ્યક્ષ સ્થાનેથી બંને ઉપરોક્ત મહાનુભાવોએ કિસાનોને લગતી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ સવલતો અને ખાતર દવા બિયારણો અને સુધારેલી ખેતી અંગેની ભરપૂર માહિતીની જાણ કરવામાં આવેલ.

બાદ આભાર વિધિ કિસાન મોરચાના મહામંત્રીશ્રી ગણપતસિંહભાઈ ઝાલા દ્વારા કરેલ અને કાર્યક્રમનું સંચાલન મોરચાના પ્રવક્તા ગીરીરાજસિંહભાઈ જડેજા તથા કોષાધ્યક્ષ કે .કે.પરમાર દ્વારા થયેલ બાદ જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી શ્રી શિરીષભાઈ તેમજ તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ દરેક મંડળના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યો મળી સાથે સમૂહ ભોજન કરી આ સફળ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ
રીપોર્ટ મહેશ ડી સિંધવ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *