કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજીએ આજરોજ ગાંધીનગરના રાયસણ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો.

દેશના લોકલાડીલા અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસંવાદ કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમને ભાજપા કાર્યકર્તાઓ તથા નાગરિકો રેડિયો, ટીવી, મોબાઇલ એપ વગેરેના માધ્યમથી ઉમળકાભેર સાંભળે છે, ભાજપા સંગઠન દ્વારા બુથસ્તરે આ કાર્યક્રમને સાંભળવાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે ઓગસ્ટ માસના અંતિમ રવિવારે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજીએ ગાંધીનગરના રાયસણ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનરશ્રી સિદ્ધાર્થ પટેલ, મહાનગરના મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મહાનગર ભાજપ સંગઠનના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન મહાનગરના મહામંત્રીશ્રી ગૌરાંગ પટેલના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનગરના વિવિધ વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM