“ કોઈપણ ભોગે સેવા , કોઈપણ કિંમતે સત્તા નહીં -ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એટલે સાર્વત્રિક શિક્ષકોના એક કર્મયોગી પુરુષ . આ કર્મયોગને વાગોળવાનો , સમજવાનો , તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર , આ જ આપણી કાયમી પૂંજી છે . આ વૈભવસંપત્તિને ઓળખીએ અને તેને અનુસરીએ તો શિક્ષણની – કેળવણીની મિલકત અનેક ગણી વધી જાય . તે માટે આવો રાધાકૃષ્ણન્ને પામીએ . HAPPY સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદીપભાઇ ખીમાણી , શ્રી જગદીશભાઇ ખીમાણી , TEACHERS ‘ DAY ! શ્રી નરેશભાઇ ખીમાણી , શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે શિક્ષણને પોતાનો ધર્મ માનનારા ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ ચેન્નઈ ( મદ્રાસ ) નજીકના યાત્રાધામ તિરૂતની ગામમાં તા .૫ સપ્ટેમ્બર , ૧૮૮૮ ના રોજ થયો હતો . તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે ‘ સર્વપલ્લી ’ નામ ધારણ કર્યું . તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથ ગોરપદું પણ કરતા . પાંચ ભાઈઓમાં રાધાકૃષણનું બીજા નંબરના હતા . નાનપણથી જ તેઓ શરમાળ , સંકોચશીલ પરંતુ ભારે બહુમુખી પ્રતિભા સંપન્ન હતા . વાંચન અને મનનનો તેમને ભારે શોખ . ખ્રિસ્તી સ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું . મદ્રાસની ક્રિશ્ચયન કોલેજમાંથી ‘ દર્શનશાસ્ત્ર ‘ વિષય સાથે પ્રથમ નંબરે બી.એ.થયા . ‘ તત્વજ્ઞાન ” વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર ( તત્વજ્ઞાન ) ના પ્રાધ્યાપક થઈને શિક્ષણકાર્યનો આરંભ કર્યો . એમનો પહેરવેશ લાંબો કોટ અને ધોતિયું અને માથે મદ્રાસી પાઘડી . વિદેશમાં પણ તેઓ ગાંધીજીની જેમ આ ભારતીય પોશાક પહેરતા.રાધાકૃષગનું અંગ્રેજી અને સંસ્કૃત વિષય પર ગજબનું પ્રભુત્વ હતું . અંગ્રેજીમાં એમન વકતવ્ય સાંભળી સૌ એમ જ માનતા કે તેઓ અમેરિકાની કેમ્બ્રિજ કે ઓકસફર્ડમાં ભણ્યા હશે . વર્ગખંડમાં તેમની એવી જાદુઈ અસર થતી કે કોઈ શિષ્ય બેધ્યાન ન બનતો . પોતાના વિનમ્ર અને મિલનસાર સ્વભાવથો તેઓ શિષ્યો તથા સાથી કર્મચારીઓમાં પણ ખૂબ પ્રિય બન્યા હતા . તેઓ ખ્યાતિ અને પ્રસિદ્ધિથી દૂર જ રહેતા ભારતની ઋષિ પરંપરાને નાનપણથી જ આદર આપતા , શિક્ષણને વધુ મહત્વ આપતા . તેઓ મહાત્મા ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના આજીવન અનુયાયી હતા . તેઓ જુદા જુદા પ્રાંતની અને વિદેશની પંદરથીય વધુ ભાષામાં વાતચીત કરી શકતા . વર્ગમાં સ્ટ્રાર , મજબૂત બાંધો , ખડતલ , માથ પાઘડી , ભારતીય પોશાકમાં તેઓ જયારે અનોખી વાકછટાથોઅંગ્રેજીમાં વ્યાખ્યાન આપતા તો સૌ મંત્રમુગ્ધ થઈ જતા . ૧૭ વર્ષ સુધી તેમણે યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યાં . સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદીપભાઇ ખીમાણી , શ્રી જગદીશભાઇ ખીમાણી , શ્રી નરેશભાઇ ખીમાણી , શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે સને ૧૯૩૧ માં આંધ્ર યુનિ.માં કુલપતિ થયાં . યુનિવર્સિટીએ તેમની સેવાનીકદર કરીને એલ.એસ.ડી.ની માનદ્ ઉપાધિથી તેમને નવાજયાં . હવે પ્રોફેસર રાધાકૃષ્ણન્ ડો . રાધાકૃષ્ણન્ બન્યા . સને . ૧૯૫૦ થો તેઓ ત્રણ વર્ષ રશિયાના એલચી ( દૂત ) બન્યા . તે અરસામાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમની વરણી થઈ . ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી તેમણે એ પદ શોભાવ્યું . ત્યારબાદ ૧૯૬ રમાં દેશના પ્રથમ નાગરિક તરીકેનું બહુમાન તેમને મળ્યું , સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર ડો . રાધાકૃષ્ણન્ હતા . ત્યારબાદ પાંચ વર્ષ તેમણે પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિ પ્રતિભાથી રાષ્ટ્રપતિપદ શોભાવ્યું.રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન તેઓ નખશિખ શિક્ષક જ રહયા . તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ જ પ્રગટતી . તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે રૂ . ૧૦,00 ના પગારમાંથી માત્ર ૨૫૦૦ રૂપિયા પગાર જ તેઓ લેતા હતા આમ તેમણે જીવનભર શિક્ષક ધર્મ અપનાવ્યો હતો . પોતે પોતાનો પરિચય રાષ્ટ્રપતિ તરીકે નહીં પરંતુ – હું શિક્ષક છું ‘ એમ કહીને આવતા . ભારતના ત્રણેય વડાપ્રધાનો – જવાહરલાલ નહેરુ , લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી સાથે તેમણે દેશની અપૂર્વ સેવા કરી . છેવટે આ દિવ્યાત્માનો એપ્રિલ , ૧૯૭ પમાં દૈહિકજીવનનો અંત આવ્યો . આમ તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રે પણ સમર્પિત રહ્યા . તેમની એક શિક્ષક થો રાષ્ટ્રપતિ પદ સુધીની જીવનયાત્રા અદ્ભુત હતી . તેઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા . તેઓ માનતા કે શિક્ષક અને શિષ્ય વચ્ચે આ દાન પ્રદાનનો , એકબીજાના સ્વીકારની ભાવનાનો અવિરત પ્રવાહ વહેવો જોઈએ . એક વિદ્યાર્થીમાં ઉદારતા , સહાનુભૂતિ , સાહસ અને વીરતાની ભાવનાનો વિકાસ કરવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે . તે શિષ્યને સત્યધર્મ અને સગુણોનું આચરણ કરતાં શીખવે છે . તેથી બાળક – વિદ્યાર્થી પણ શિક્ષકના આચાર – વિચારનું અનુસરણ કરતાં રહે છે . તેથી શિક્ષકે એવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે જ્ઞાન પ્રકાશમાં વિદ્યાર્થી પોતાનું અહમ્ ઓગાળી મન તથા બદ્ધિ અને આત્માને પરમાત્મા સાથ એકાકાર કરી દે . સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદીપભાઇ ખીમાણી , શ્રી જગદીશભાઇ ખીમાણી , શ્રી નરેશભાઇ ખીમાણી , શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે પોતાનો જન્મદિવસ ‘ શિક્ષકદિન ” તરીકે ઉજવવાનો તેમનો આશય શિક્ષકને સમાજમાં ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવવાનો હતો . આવી ઉદાત્ત ભાવના દાખવીને તેમણે સમગ્ર શિક્ષણ જગતને સામાજિક માભો અને વિરલ પ્રતિષ્ઠા અપાવી અને એક અનોખા ‘ પ્રસંગદિન ” ની ભેટ આપી . એક શિક્ષક નાનાં નાનાં ગામડાં સુધી પહોંચી બાળકોના જીવન ઘડતર દ્વારા રાષ્ટ્રઘડતરનું કાર્ય કરી રહયો છે તેથી જ શિક્ષકોના ગૌરવને વધારવા શિક્ષકદિન ઉજવાય છે . શાળા ઓમાં આ દિવસની ઉમંગથી ઉજવણી કરાય છે . વિદ્યાર્થીઓ આ દિવસની ઉજવણી હોંશે હોંશે કરવા આતુરતાથી રાહ જુએ છે . શાળા – કોલેજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે . વર્ગખંડોને શણગારવામાં આવે છે . કેટલાક વિદ્યાર્થી શિક્ષક બને છે અને શિક્ષણ કાર્ય કરાવે છે . વિશ્વભરમાં ‘ શિક્ષકદિન ’ ચીનમાં પહેલી સપ્ટેમ્બરે , યુ.એસ.એ માં મે મહિનાના પ્રથમ મંગળવારે , તાઈવાનમાં ૨૮ સપ્ટેમ્બરે , કોરિયામાં ૧૫ મી મેના રોજ , ઈરાનમાં બીજી મે , મલેશિયામાં ૨૪ મી નવેમ્બરે અને રશિયામાં પાંચમી ઓકટોબરે તથા થાઈલેન્ડમાં ૧૬ મી જાન્યુઆરી એ ઉજવાય છે . શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આદર્શ શિક્ષકો ‘ શ્રેષ્ઠ શિક્ષક ’ નો પુરસ્કાર પણ ગ્રહણ કરે છે કે જેઓ વિધાર્થીઓના સર્વાગી વિકાસ અને તેઓના ઉજજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત રહે છે . ચાલો આપણે આ ‘ રાષ્ટ્રગુ ને એમના જન્મદિને કોટિ કોટિ વંદન કરીએ તથા ભાવાંજલિ આપીએ.તેમ જણાવી સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદીપભાઇ ખીમાણી , શ્રી જગદીશભાઇ ખીમાણી , શ્રી નરેશભાઇ ખીમાણી , શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ ઉમેરે છે કે “ જ્ઞાનથી વધારે બીજું કંઈજ પવિત્ર નથી ’ ’ આ તેમના જીવનમંત્રને ચરિતાર્થ કરવાનો શિક્ષકદિને સંકલ્પ કરીએ .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM