રિપોર્ટ -વિશ્વાસ પટેલ -મહેસાણા
તારીખ 05/09/2021 ના રોજ મહેસાણા જિલ્લા ખાતે શિક્ષક દિવસ નિમિત્તે મહેસાણાના કમળાબા હોલ ખાતે આયોજીત “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2021” વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં નિમંત્રક
શ્રી ડૉ. ગૌરાંગ સી. વ્યાસ (જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી,મહેસાણા), ડૉ.એ.કે.મોઢપટેલ(જિલ્લા શિક્ષણાધિકારી, મહેસાણા), મુકેશભાઈ પટેલ(ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ, મહેસાણા) કાર્યક્રમના અધ્યક્ષશ્રી શ્રી નીતિનભાઈ પટેલ (માન. નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય) અને વિશેષ ઉપસ્થિતિ મા શારદાબેન પટેલ(માન. સાંસદસભ્યશ્રી, મહેસાણા) શ્રી જુગલજી ઠાકોર(માન.સાંસદસભ્યંશ્રી -રાજ્યસભા) શ્રી જશુભાઈ પટેલ(પ્રમુખશ્રી મહેસાણા જિલ્લા ભાજપ) અને મુખ્યમહેમાન તરીકે પધારેલ શ્રી પ્રહલાદભાઈ પરમાર(માન. પ્રમુખશ્રી જિલ્લા પંચાયત, મહેસાણા) શ્રી રમણભાઈ પટેલ, ડૉ. આશાબેન પટેલ, શ્રી અંબાલાલ ઠાકોર, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કરશનભાઇ સોલંકી, શ્રીમતી વર્ષાબેન એમ. પટેલ અને બીજા અન્ય ધારાસભ્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ મા કલેક્ટરશ્રી – મહેસાણા શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી – મહેસાણા શ્રી વી.એમ. પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ના 400 થી વધુ શિક્ષકઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી, ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને આગળ વધારવામાં આયો હતો જેમાં માન. નાયબમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ દ્વારા 05મી-સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ,આજે શિક્ષકો માટે અસ્તિત્વ ઉત્સવ દિન ગણાય. જો કે આખા સમાજ માટે આજનો દિવસ ઉત્સવ બની રહેવો જોઈએ. શિક્ષકોને અસામાન્ય ( શિક્ષક કભી સાધારણ નહીં હોતા )ગણવાનું જ્યારે શરૂ થશે ત્યારે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પણ મળશે. પોતે જેમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી છે તેવા ગુરુજનોને યાદ કરીને, ખબર અંતર પૂછીને, જરૂર પડે તો મદદરૂપ થઈને સાચા અર્થમાં જનો દિવસ ઉજવવો જોઈએ.શિક્ષકને માતાની સમકક્ષ મુકવામાં આવ્યા છે. વ્હાલ, ઠપકો અને સાચી દિશા પવા માટે કઠોર બનવું પડે તો તે પણ કરવાની છૂટ સમાજે શિક્ષકને આપી છે. ઘડતર કરનાર પાણીપોચા હોય તે કેમ ચાલે? જેમની પાસે પોતાનું ઘડતર કરાવવું છે તેમના હાથ બાંધી દઈએ તો કેમ ચાલે? ટાંકણું અને હાથોડીનો ફટકો જીલતી વખતે સખત જ રહીએ તો તૂટી જવાય, સરળ બનીને સહકાર આપનાર પાષાણ પણ પરમેશ્વર બની જાય.ભરોસો અને ભાવ બંને જાગે તો શિક્ષકમાં માતા અને ગુરુ બંનેના દર્શન થાય.તેવી જ રીતે ભક્તિની કક્ષાએ શિક્ષણને લઇ જનાર શિક્ષક સંતની તુલના પામે.દેખાડો કરવાનું કામ શિક્ષકનું ના હોય.વર્ષો સુધી એક સામાન્ય શાળામાં કામ કરતા રહીને પોતાના કામને બોલતું કરનાર શિક્ષક વીતેલા વર્ષોમાં પ્રગટાવેલી જ્યોત થકી ઉજાસ પામે તેનું નામ શિક્ષણ.આજે બીજા જ વર્ષે શ્રેષ્ઠ શિક્ષકનો ઇલકાબ મેળવી લેવાની હોડ ચાલે છે. શિક્ષકોએ પોતાની જાતને ક્યારેય સ્પર્ધામાં ન ઉતારવી જોઈએ. સ્પર્ધા કરતા અને તે પણ તંદુરસ્ત હરીફાઈ કરતા શીખવે તે શિક્ષક.શિક્ષકનું સ્થાન સર્વોચ્ચ હોવું જોઈએ.કડક નિયમોનું પાલન શિક્ષણ સંસ્થામાં ન હોય તો આવી સંસ્થાઓ અખાડો બની જાય. સૌ મળીને નક્કી કરે તેવા પેરામીટર શિક્ષણ આપતી સંસ્થામાં હોય, તેનું પાલન થાય તો સભ્ય અને સુસંસ્કૃત શ્રેષ્ઠ સમાજનું નિર્માણ આવનારા વર્ષોમાં થાય.એ સાથે સાથેસર્વે પધારેલ સર્વ શ્રેષ્ઠ શિક્ષક શ્રી ને શુભેછાઓ પાઠવી. અને આપણું ગુજરાત રાજ્ય શિક્ષણમા ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એ માટે સરકારશ્રી શિક્ષણસમિતિ ને ધ્યાન માં રાખી એની પ્રગતિ માટેના પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી જેમાં હાલ માં ચાલી રહેલ”SCHOOL OF EXCELLENCE”પ્રોજેક્ટ વિશે માહિતી આપી,અને આપડા ગુજરાત રાજ્ય ના શિક્ષણને ભારત દેશ સાથે સાથે પુરા વિશ્વ્ મા પણ નામ બને એવું સર્વ શ્રેષ્ઠ શિક્ષણ મળે એના માટે ના નવા “પ્રોજેક્ટ અને સકોલરશીપ” પણ સરકાર તરફ થી મળશે.ત્યારબાદ સાહેબશ્રી શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરી સન્માનિત કર્યા હતા.



