મહેસાણા ની અંદર પી. એલ. પી. જનસેવા ફાઉન્ડેશન ખોડીયાર ગૃપ મહેસાણા દ્વારા આજે વિના મુલ્યે નેત્રયજ્ઞ શિબિર.

આજના ઉદ્ઘાટન મો મહેસાણા સાંસદ માનનીય શ્રી શારદાબેન પટેલ તેમજ રજનીભાઇ પટેલ દ્વારા થયું આકાશ હોસ્પિટલ વિસનગર દ્વારા ડોક્ટર સંજય પટેલ અને તેમની ટીમ દ્વારા તદ્દન ફ્રી સેવા આપી. જેની અંદર ડોક્ટરના કહેવા મુજબ આજે આખો દિવસ એક હજારથી પણ વધુ લોકોને ફ્રી નિદાન કરવામાં આવ્યું. દવાઓ આપવામાં આવી તેમજ ચશ્મા મફતમાં આપવામાં આવ્યા. શ્રીસ્વ.પરસોત્તમભાઈ ની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથી એ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. દર માસે આવા અનેક સેવાકીય કાર્યક્રમો થાય છે. કેન્સર નિદાન કેમ્પ, હાડકાંની સારવાર નો કેમ્પ, ગરીબોમાટે અન્નદાન,ઉતરાયણ ઉપર 700કિલો ચિકી નું વિતરણ વગેરે સેવાકીય કાર્યક્રમો કરે છે.સંસ્થા ના પ્રમુખશ્રી કાંતિભાઈ એ વધુ મો જણાવ્યું કે પરસોત્તમ ભાઈ ને ગયા વર્ષે કોરોના થયો હતો. હોસ્પિટલમાં 50 લાખ નું ખર્ચ કરતા પણ બચી શક્યા નહી.અને અમને વિચાર આવ્યો કે તેમના પૈસા તેમના વિચારો પ્રમાણે સદકાર્ય મો વાપરીએ. અને આજે અમે દર માસિક પુણ્યતિથિ એ આવા કાર્યક્રમોનું આયોજન કરી એ છીએ.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *