સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ કરવાના અત્યંત મહત્વપુર્ણ સંકલ્પને સાકાર કરવા માટે સરદાર ધામ દ્વારા મિશન 2026 નો દ્રઢ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો .પાટીદાર સમાજની ભાવી પેઢની ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના દ્રઢ સંકલ્પ અંતર્ગત સરદાર ધામ દ્વારા મિશન-વિઝન અન પાંચ લક્ષ્યબિંદુ નક્કી કરી તેને સિધ્ધ કરવા કટિબદ્ધતા અને સંકલ્પબધ્ધતા સાથે કરોડો રુપીયાના પ્રોજેક્ટ તૈયાર કરાયા છે.
સરદાર ધામ ખાતે નવનિર્મિત સરદારધામ આઈકોનીક બિલ્ડીંગ એ પાટીદાર સમાજની ભાવી પેઢના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે સાથે લાખો રાષ્ટ્ર પ્રેમી યુવાઓને સંગઠીત કરી સમાજ નિર્માણ સાથે રાષ્ટ્ નિર્માણ કરવાનો સંકલ્પ સાકાર કરાશે.
સરદાર ધામ ખાતે સમાજના ઈતિહાસમાં સૌપ્રથમવાર 200 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ ભવનનું લોકાર્પણ તથા કન્યા છાત્રાલય સરદાર ધામ ફેઝ-2 નું ભુમિપુજનનો કાર્યક્રમ યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.11 સપ્ટેમ્બરના રોજ સવારે 10-00 વાગે ભુમિ પુજનનો કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ ત્રણ વાગે સન્માન કાર્યક્રમ યોજાશે. સરદાર ધામ દ્વારા 1000 કરોડના ખર્ચે 10 હજાર દિકરા-દિકરી રહી શકે તે માટે અધ્યતન સુવિધાયુક્ત છાત્રાલય-ઈન્સ્ટીટ્યુટ બનાવવામાં આવશે.GPSC-UPSC-DEFENCE-JUDICIARY અને સિવિલ સર્વિસ કેન્દ્ર અંતર્ગત 10 હજાર દિકરા-દિકરીઓને વહીવટી સેવાઓમાં મોકલવામાં આવશે.ગ્લોબલ પાટીદાર બિઝનેશ ઓર્ગેનાઈઝેશન માં પ્રથમ હરોળના 10 હજાર પાટીદાર ઉધ્યોગપતિઓનું સંગઠન રચવામાં આવશે.ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટના પણ આયોજનો કરવામાં આવે છે.આ અંગે સરદાર ધામના અગ્રણી ગગજી સુતરીયા કહે છે કે રાષ્ટ્રવાદી યુવા તેજ-તેજસ્વીની સંગઠન અંતર્ગત 1 લાખ રાષ્ટ્રપ્રેમી યુવાઓને જોડવામાં આવશે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.


