સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને રોટરી ક્લબ વિસનગર દ્વારા તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ના દિવસે ભારત વર્ષમાં ૧૯૭ રથી સ્વંતત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને વિશેષ સન્માન કરવાના હેતુથી શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે . જેના ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી , વિસનગર તથા રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા તાલુકાના વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો . કોરોના મહામારી જેવા કપરા સમયમાં વિવિધ સેવાકીય , આરોગ્યલક્ષી તથા સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓના સફળ સંચાલન કરવા બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલને ” Word Book of Records – London ” દ્વારા સન્માનિત કરવામાં આવ્યા , જે સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની બાબત છે . રોટરી ક્લબ વિસનગર દ્વારા બેસ્ટ શિક્ષક એવોર્ડ અંતર્ગત ૧૧ શિક્ષકશ્રીઓનું યોગદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું , તથા ” આઝાદી મહોત્સવ ” અને સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે ચિત્ર સ્પર્ધામાં વિજેતા લોકોને ઇનામ વિતરણ કર્યું.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.





