જ્ઞાન આપનાર પાઠશાળા અને સ્કૂલના શિક્ષકની મજાક કરવીએ જ્ઞાનની આશાતના છે-મુનિ શૌર્યશેખર વિજયજી

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો છઠ્ઠો દિવસ

ર્યુષણ પર્વના આજના છઠ્ઠા દિવસે પ્રભુ મહાવીરનો સાધનાકાળ અને તેના પરિપાકરૂપે કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણની કથા કહેવાશે.સાડા બાર વર્ષની ધોર તપસ્યા અને ધ્યાન સાધના દરમ્યાન અનેક ઉપસર્ગો આવ્યા.પરંતુ તે દરમ્યાન તેઓ શાંત હતા પ્રશાંત હતા.ઉપશાત હતા.દુ:ખો અને આપત્તિઓના તેમણે હસતે મુખે સ્વીકાર કર્યો.અને અંતે જૃભિક ગામમાંઋજુવાલિકા નદી કિનારે શાલ વૃક્ષની નીચે કેવલજ્ઞાનનો સુરજ ઝળહળી ઊઠયો.સંસારના જીવોને દુઃખને દોષમાંથી ઉગારવા તેમજ શાશ્વત સુખના ભોક્તા બનાવવા માટે પ્રભુએ ઉપદેશની સરવાણી વહાવી અને મોક્ષ માર્ગ ખોલી આપ્યો.સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.આત્મકલ્યાણ માટે તલસતા સૌ કોઈ માટે.આ સંઘના દરવાજા ખુલ્લા હતા.પ્રભુ મહાવીરના ઈંદ્રભૂતિ આદિ અગિયાર ગણધરો હતા.ચૌદ હજાર સાધુઓ અને છત્રીસ હજાર સાધ્વીઓ તથા એક લાખ ઓગણસાઇઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ હતી.ત્રીસ વર્ષ સુધી તેઓએ ઉદ્દેશની સરવાણી વહાવી અને બહોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રભુ મહાવીર પાવાપુરીજી ખાતે નિર્માણ પામ્યા.ધરતી પર અંધકાર છવાયો.ભાવપ્રકાશ ચાલ્યો ગયો એટલે દ્રવ્ય પ્રકાશ માટે લોકોએ દિવા પ્રગટાવ્યા અને દિવાળીનું પર્વ લોકહૃદયમાં સ્થાન પામ્યું.પ્રભુ મહાવીરની જીવનકથા શીખવે છે કે સ્વીકાર કરો,સહન કરો અને શાંત રહો.પૂર્વ જનીત કર્મો ક્ષય કરી દરેક આત્મા પરમાત્મા બની શકે છે.પ્રભુ મહાવીરના સત્યવીસ ભવોનું જીવન એ પતન અને ઉસ્થાન ની કથા છે.પ્રચંડ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ પરમ સિદ્ધિની કથા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM