મહાનગર ભાજપા ડોકટર સેલ દ્વારા સેક્ટર-૭સી ખાતે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું.

ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપા ડોકટર સેલ દ્વારા ૫ સપ્ટેમ્બર ૨૦૨૧, રવિવારના રોજ તેજસ હોસ્પિટલ, સેક્ટર-૭સી ખાતે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
ડોમતર સેલના સંયોજક ડો. હસમુખ પટેલ, સહ સંયોજક ડો બંકીમભાઇ મોદી (તેજસ હોસ્પિટલ), ડો.રશ્મિન પ્રજાપતિ, તેમજ ડો. કશ્યપ મોદી (M.D.)એ સેવા આપી હતી. આ કેમ્પમાં દર્દીઓને બ્લડ સુગર (RBS) નો રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યો હતો. આ
પ્રસંગે વોર્ડ નં ૧૦ના ભાજપાના ચારેય ઉમેદવારશ્રીઓ મહેન્દ્રભાઈ પટેલ (દાસ), તેજલબેન નાઈ, મીરાબેન પટેલ, પોપટસિંહ ગોહિલ સહિત સંગઠનના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિનામૂલ્યે નિદાન કેમ્પનો ૯૨ નાગરિકોએ લાભ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *