કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ ભાષા ભાષી સેલના મહામંત્રી શ્રી છગનભાઇ મેવાડા તેમના સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા

કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ ભાષા ભાષી સેલના મહામંત્રી શ્રી છગનભાઇ મેવાડા તેમના સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા .ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી આર પાટીલના સશક્ત અને યશશ્વી નેતૃત્વતથી પ્રભાવિત થઈ અને લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલજી ની પ્રેરણાથી તથા સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીના શ્રી છગનભાઇ મેવાડા તેમના સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં – સુરત મહાનગર મુખ્ય કાર્યાલય , પંડિત દીનદયાળ ભવન , ઉધના ખાતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા .આ પ્રસંગે આદરણીય સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાજીએ શ્રી છગનભાઇ મેવાડાને આવકારતા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલજી એ કર્યું હતું.ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે એમના પ્રસંગોચિત ઉદબોધનમાં શ્રી છગનભાઇ મેવાડાને આવકારતા તેમને શુભેચ્છા આપી હતી .શ્રી છગનભાઇ મેવાડાએ એમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આદરણીય શ્રી સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટી – ગુજરાત પ્રદેશ અદયક્ષ બન્યા પછી તેમના કુશળ નેતૃત્વ અને પક્ષને આગળ લઇ જવાની તેમની દીર્ઘદ્રષ્ટથી પ્રભાવિત થઈ તેઓ આજે તેમના સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય રહ્યા છે .ઉપરોક્ત પ્રસંગે ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર સંગઠનના મહામંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ , શ્રી કિશોરભાઈ બિન્દલ , શ્રી કાળુભાઇ ભીમનાથ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટ-જફર શેખ- સુરત

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM