ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

પ્રદીપ ખીમાણી જૂનાગઢ*

પણા પૂર્વજો કહેતા હતા કે ભાદરવાનું કેળું અને માગશર નો મૂળો જો ના આપે તો ઝુટાવીને પણ ખાવા એમ કહી પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સીઝન…. અને બીમારી નું પ્રવેશદ્વાર …. વર્ષા ની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે (તડકો ખુબ હોય) અને મોડી રાત્રે ઠંડક હોય, ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષાઋતુમાં પિત્તનો શરીરમાં સંગ્રહ થાય અને શરદઋતુમાં તે પિત્ત પ્રકોપે (બહાર આવે). આ પ્રકોપવું એટલે તાવ આવવો, ગરમી શરીરની બહાર નીકળવી. ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (જે જાતે અનુભવ ને આધારિત છે.) ભાદરવામાં કરવા જેવા પ્રયોગો બાબતે પ્રદીપભાઈ ખીમાણી વધુમાં જણાવે છે કે

(૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી – ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.

(૨) ભાદરવા સુદ ૩ (કેવડા ત્રીજ) નું વ્રત અને ભાદરવા સુદ ૪ (ગણેશ ચતુર્થી) થી ૧૧ દિવસ ગણેશજી ની દૂર્વા અને દેશી ગોળ – દેશી ઘી ના ગોળાકાર જ લાડુ થી આરાધના કરવામાં આવે છે જે પિત્તપ્રકોપ ને શાંત કરેછે.

(૩) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર, ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

(૪) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલા એક કેળાને છુંદીને એમાં ઘી, સાકર, ત્રણ ઈલાયચી ઉમેરી બપોરે જમવા સાથે ખાવા.

(જો ખીર અને કેળા – બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું)

(૫) ભૂલેચૂકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક અને બપોરે જ ભોજન પછી તરત જ લેવાય.

(૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલું ચાલવું. શરીરની અનુકુળતા હોય તો ૫ કિલોમીટર દોડવું.

(૬) નવરાત્રિમાં ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનું કારણ આ જ છે.
શરદ પૂનમ ની રાત્રે સોળે કળાએ ખીલી ઉઠેલ ચંદ્ર ને ધરાવેલ દૂધ-પૌવા જ આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ.

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે – रोगाणाम् शारदी माता. અને ‘ યમની દાઢ ‘ પણ કહી. આપણામાં એક આશિર્વાદ પ્રચલીત હતો.
शतम् जीवेम् शरद એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી. અસ્તુ.

ગણેશચતુર્થી થી 11 દિવસ ગણેશજી ની આરાધના દૂર્વા અને ગોળ અને દેશી ઘી ના ગોળાકારના લાડુ નો ભોગ ધરાવીને કરીએ છીએ જે પિત્ત પ્રકોપને શાંત કરેછે.

બધાની તંદુરસ્તી સારી બની રહે તે માટે પ્રાર્થના સહ પ્રણામ…

આપના ડોકટરની સલાહ લીધા બાદ પ્રયોગ કરવા

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणी पश्यन्तु माकश्चिददुःखभागभवेत्।।


KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM