રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
રાજ્ય સરકારની સુવિધા પથ યોજના સને ૨૦૧૯-૨૦ અંતર્ગત રૂ.૭૦ લાખની વહીવટી મંજૂરીથી સાથે તૈયાર થનાર સીસી રોડ – સુવિધાપથનું આજે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના જિલ્લા પંચાયત પાસે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ડાંગ જિલ્લાના ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ચંદરભાઈ ગાવિત નાઓના હસ્તે આ સુવિધાપથના કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું.આ જિલ્લા પંચાયત તરફનો રસ્તો બનવાથી તાલુકા શાળા, આંબેડકર ભવન, ટીએએસપી, જિલ્લા પંચાત, તાલુકા પંચાયત, ડાંગ દરબાર હોલ, સ્ટેટ બેંક, રંગઉપવન, સર્કિટ હાઉસ તરફ જનારા તથા જવાહર કોલોની, શિક્ષણ કોલોની સહિત વિવિધ સોસાયટીઓમાં રહેતા લોકોને સુવિધા મળી રહેશે.




