ફરજના ભોગે સ્રી દાક્ષીણ્ય…!!! દ્વારકા જિલ્લાના મથક ખંભાલીયાના ST મેનેજર સસ્પેન્ડ

વિભાગીય નિયામક એ પગલા લીધા પરંતુ જામનગરના જુના અમુક તપાસના પ્રકરણો મા પણ પગલા લેવાશે કે તેમા કઇ અડચણો છે

જામનગર ( ભરત ભોગાયતા)

ફરજના ભોગે સ્રી દાક્ષીણ્ય દાખવનાર દ્વારકા જિલ્લાના મથક ખંભાળિયાના એસટી ડેપો મેનેજરને મહિલા કન્ડકટરોની ખોટી હાજરી પુરવા ના પ્રકરણમાં જામનગરના વિભાગીય નિયામક કે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા એસટી વિભાગના કર્મચારીઓમાં સોપો પડી ગયો છે .આ અંગેની મળતી માહિતી મુજબ ખંભાળિયા એસટી ડેપોના મેનેજર રાઠોડ ને મહિલા કન્ડકટરોની ખોટી હાજરી પૂરી આપતા હોવાની ફરિયાદના પગલે જામનગરના એસટી ના વિભાગીય નિયામક પી. એમ. પટેલે રેકોર્ડ સહિતની સાહિત્ય કબજે કરી તપાસ હાથ ધરતા ડેપો મેનેજર મહિલાઓની ખોટી હાજરી પુરાવા હોવાનો સામે આવ્યું હતું જે અનુસંધાને તાત્કાલિક અસરથી ખંભાળિયા એસટી ડેપોના મેનેજર મિલન રાઠવાના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ડેપોના અન્ય બે ડ્યુટી લીસ્ટ સહાયકની પણ જુદા જુદા વિભાગમાં ડેપોમાં બદલી કરી દેવામાં આવી છે આ અંગે નિયામક પીએમ પટેલના જણાવ્યા જણાવ્યા મુજબ ખંભાળિયા ડેપોના મેનેજર મિલન રાઠોડને સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવાની વાતને સમર્થન આપ્યું હતું અને રેકોર્ડ સહિતની વિગતો આ અંગે તપાસ કરી કમિટી રચી ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ખંભાળીયા ના પ્રકરણ માં વિભાગીય નિયામક એ પગલા લીધા પરંતુ જામનગરના જુના અમુક તપાસના પ્રકરણો મા પણ પગલા લેવાશે? કે એમા કઇ અડચણ આવતી હશે? કેમકે એક વર્ષથી કઇ જાહેર થયુ નથી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM