ગાંધીનગર મહાનગર ભાજપા મહિલા મોરચાની કારોબારી બેઠક પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દીપિકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૧, સોમવારના રોજ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ. દીપિકાબેન સરડવાની વિશેષ ઉપસ્થિતિમાં મહાનગર ભાજપા મહિલા મોરચાની કારોબારી બેઠક સ્વામિનારાયણ
મંદિર(સે.૨), ભક્તિમાતા ભવન ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મહામંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પ્રદેશ મહિલા મોરચાના ઉત્તર ઝોનના પ્રભારી શ્રીમતી વીણાબેન પ્રજાપતિ, પૂર્વ મેયર શ્રીમતી રીટા પટેલ, મહાનગરના મહિલા મોરચાના પ્રભારી ચંદ્રિકાબેન લીંબચીયા, અધ્યક્ષા પ્રિયા પટેલ તેમજ મહાનગર મહિલા મોરચાના હોદ્દેદારશ્રીઓ, ભાજપાના મહિલા ઉમેદવારશ્રીઓ, પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિત મહાનગર ભાજપા સંગઠનમાંથી અપેક્ષિત શ્રેણીના મહિલા હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહી હતી. મહિલા મોરચાની કારોબારી બેઠકમાં ઉપસ્થિત સૌને વિવિધ મુદ્દે સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મહાનગર ભાજપા IT&SM વિભાગ દ્વારા સૌ કાર્યકર્તા બહેનોને NAMO App અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *