ડૉ ગુલાબચંદ પટેલ સામાજિક કાર્યકર તથા સાહિત્યકાર ને આંતરરાષ્ટ્રીય સેવા રત્ન પુરસ્કાર

ગુજરાત પ્રદેશ ની રાજધાની ના સામાજિક કાર્યકર, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, અખિલ ભારતીય ગુરુકુળ એવંમ ગૌ શાળા અનુસંધાન સંસ્થાન નોઈડા ન્યુ દિલ્લી ના ગુજરાત ના અધ્યક્ષ, ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા સંસ્થા ના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ તથા મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ને બેટી ફાઉન્ડેશન વણી યવતમલ મહારાષ્ટ્ર દ્વારા ડૉ ગુલાબચંદ પટેલ ની સામાજિક અને સાહિત્યિક સેવાઓ ધ્યાનમાં લઈને “આંતરરાષ્ટ્રીય સેવા રત્ન પુરસ્કાર” માટે પસંદગી કરવામાં આવી છે. તેઓને આ અવોર્ડ ભવ્ય સમારંભ માં વણી ખાતે તારીખ :૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ એનાયત કરવામાં આવશે.ડૉ ગુલાબચંદ પટેલ ને ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા જી દ્વારા તથા ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધી નગર ના પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *