દુશ્મનાવટ ને ખતમ કરવાનું ઔષધ ક્ષમાપના છે-મુનિરાજ નયશેખર વિજયજી

શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ.જ્યોતિષાચાર્ય ડો.આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,પૂજય મુનિ હેમદર્શન વિજયજી મ.સા,પૂજય મુનિ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા તથા પૂ પ્ર.સા પૂર્ણકલાશ્રીજી મ.સા આદિ થાણાની પાવનકારી નિશ્રામાં પર્યુષણ મહાપર્વ ના આઠમા દિવસે ભવ્યાતિભવ્ય રીતે મિચ્છામિ દુક્કડમ સાથે સંવત્સરી મહાપર્વની ભવ્યાતિભવ્ય રીતે ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સંપન્ન થયેલ સવારે 9:00 કલાકે બારસાસૂત્રની અષ્ટપ્રકારી પૂજા,જ્ઞાનની પાંચ પૂજા વિગેરે કરવામાં આવેલ. ત્યારબાદ ગુરુદેવશ્રીને બારસાસૂત્ર વહોરાવામાં આવેલ. ગુરુદેવનું ગુરૂપુજન કરવામાં આવેલ અને ત્યારબાદ પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા બારસાસૂત્રનું વાંચન કરવામાં આવેલ. સાથે-સાથે બારસાસૂત્રના ચિત્રોના દર્શન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર પધારેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે ક્ષમાપના એટલે સર્વ જીવો સાથેના વેરનું વિસર્જન, ક્ષમાપના જ પર્યુષણ પર્વનો પ્રાણ છે,હાર્ડ છે.તેના વિના પર્વની આરાધના સાચી ગણાતી નથી.ક્ષમા રાખો,ક્ષમા માંગો અને ક્ષમા આપવાનો મંત્ર અપનાવો તો જીવન સ્વર્ગ સમાન બની જશે.દુશ્મનાવટ ને ખતમ કરવાનું ઔષધ ક્ષમાપના છે.પર્યુષણ પર્વના અંતિમ સંવત્સરીના દિવસે શ્રાવકોને ક્ષમાપના નું મહત્વ સમજાવ્યું હતું.બપોરે 4:00 કલાકે સંવત્સરી પ્રતિક્રમણનો પ્રારંભ થયેલ.પ્રતિક્રમણ બાદ શ્રાવક-શ્રાવિકાઓએ એકબીજાને વર્ષ દરમ્યાન થયેલી ભૂલોની માફી હતી.આ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલ.આ પ્રસંગે ભરતભાઇ શેઠ, કિરીટભાઈ મહેતા,કિશોરભાઈ શાહ,પ્રસન્નચંદજી ઢાઘા, રમેશભાઈ શાહ,સમીરભાઈ શાહ,દીપેશભાઈ શાહ વિગેરે ભાવિકો ઉપસ્થિત રહેલ.108 ભક્તિ વિહારના દેરાસરમાં બિરાજીત શ્રી ભક્તિ પાર્શ્વનાથ પરમાત્માને ભવ્યાતિભવ્ય આંગી રચાઈ હતી.

