માંડવી શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ધ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાયો

માંડવી શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ધ્વારા 17 મો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો . જેમાં યુવકમંડળના અધ્યક્ષ સ્થાને શ્રી શરદ મારુ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિધ્યાર્થીઓ ધ્વારા રંગારંગ કાર્યક્રમ,ડાન્સ,તલવારબાજી ,સંગીત તથા હાઉઝી નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી દુલભજીભાઈ મક્વાણાનો બાટિક સાડીમાં રામાયણ ચિત્રણ પ્રસંગે યુવક મંડળ ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

. આ પ્રસંગે શ્રી જ્ઞાતી પ્રમુખ હિરાલાલ ભાઈ ,ડી.કે.પંચાલે આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં યુવક મંડળના શ્રી અજય આસોડિયા,હિતેશ મકવાણા , પ્રણવ પંચાલ, દીપ આસોડિયા, અંકિત ઉમરાણિયા, ભાવેશ ઉમરાણિયા, સુમિત ઉમરાણીયા,નિર્મલ આસોડિયા,મંથન આસોડિયા,હેત પંચાલ,પિયુષ પંચાલ ,અને સાહિલ ઉમરાણીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિવંગતોના માનમાં મૌન પાડવામાં આવ્યું હતું.

રિપોર્ટ :- અજય ખત્રી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *