માંડવી માં જાયન્ટસ સાહેલી ગ્રુપ માંડવી દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ઉજવાયો

રીપોર્ટ:- અજય ખત્રી,કચ્છ

કચ્છ અને દુનિયાભરમાં ગણપતિ મહોત્સવ હર્ષોલ્લાસ ઉજવાઈ રહ્યો છે ત્યારે માંડવી ની સંસ્થા દ્વારા અનોખી રીતે ગણપતિ મહોત્સવ ઉજવાયો હતો જેના આયોજક અને જાયન્ટ સાહેલી ના પ્રમુખ ડોક્ટર પારૂલબેન ગોગરી અને તેમની ટીમ દ્વારા ઉજવાતા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવને શહેરીજનોએ બિરદાવ્યું હતું તેમના આ આયોજનને સૌએ ખરેખર આ ધાર્મિક કાર્ય સૌ માટે પ્રેરણારૂપ બનશે એવી ભાવના શહેરીજનોએ વ્યક્ત કરી હતી ,*

જાયન્ટ સાહેલી ગૃપ-માંડવી દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ જી નું પર્યાવરણ બચાવવા ના હેતુથી દરિયાના પાણીમાં વિસર્જન કરવા ના બદલે શિતલા મંદિરમાં આવેલ બગીચામાં પાણી ભરેલા ટબ ની અંદર વિસર્જન કરી , એ પાણી બગીચાના ઝાડ ને આપી દરિયા નું પ્રદુષણ અટકાવવા માટે અને વૃક્ષારોપણ ને વધારવા માટે એક ખૂબ જ અનેરો સંદેશ સમાજ ને આપ્યો છે ,

આ કાર્યક્રમ માં પ્રમુખ ડોક્ટર પારૂલબેન ગોગરી, પૂર્વ પ્રમુખ હર્ષિકાબેન ગોર, મંત્રી હર્ષાબેન ખત્રી, ખજાનચી સ્મિતાબેન જોષી, ડોલર બા ભાટી, ચક્ષિતાબેન કષ્ટા, ડોક્ટર ઉષાબેન ગોગરી,જયશ્રીબેન ગિરનારી સહિત ડેનિસ ગોગરી, ગાર્ગી ગોગરી, એન્જલ અને પરિક્ષિત ભાટી એ હાજરી આપી હતી ,

પર્યાવરણ બચાવવા માટે ના આ પ્રયાસ માટે યુનિટ ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ ત્રિવેદી અને પર્યાવરણ ઓફિસર શ્રી ઈશ્વરભાઈ ગણાત્રા એ સાહેલી ગૃપ ને શુભેચ્છાઓ પાઠવી હતી ,

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *