કચ્છના સંયુકત ઉપક્રમે જાહેર જનતા માટે વિના મુલ્યે સર્વ રોગ નિદાન અને સારવારના મેધા મેડીકલ કેમ્પનું માંડવી–મુંદરા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ દિપ પ્નાગ્ટય કરી મેડીકલ કેમ્પનું ઉદ્વધાટન

વડાપ્નધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહના છેલ્લા દિવસે એન્કરવાલા જનરલ હોસ્પિટલ, મુ. મસ્કા મધ્યે વિના મુલ્યે સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્પનો ૪૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો.

શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજ સંચાલીત એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા મધ્યે એન્કરવાલા જનરલ હોસ્પિટલ તથા ભારતીય જનતા પાર્ટી –કચ્છના સંયુકત ઉપક્રમે જાહેર જનતા માટે વિના મુલ્યે સર્વ રોગ નિદાન અને સારવારના મેધા મેડીકલ કેમ્પનું માંડવી–મુંદરા વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ દિપ પ્નાગ્ટય કરી મેડીકલ કેમ્પનું ઉદ્વધાટન કરતા જણાવ્યુ હતુ કે સંસ્થા દ્વારા આરોગ્ય સેવા અને ખાસ કરીને કોરોના કાળમાં જે સેવાઓ આપવામાં આવી છે તે કાબિલેદાદ હતી.આ પ્નસંગે હોસ્પિટલના મેડીફકલ ઓફિસર ડૉ. મૃગેશ બારડે ધારાસભ્યશ્રી નું શાલ ઓઢાડીને સન્માન કરયુ હતુ.આ પ્નસંગે સંસ્થાના અધ્યક્ષ તથા પૂર્વ રાજયમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે હાલમાં મોંઘી મેડીલક ની સારવારથી લોકોને રાહત મળે તે માટે અમારી સંસ્થા ધ્વારા દર મહિને એન્કરવાલા હોસ્પિટલ મસ્કા મધ્યે સુપર નિષ્ણાંત ડૉકટરશ્રીઓના કેમ્પનું વિના મુલ્યે આયોજન કરવામાં આવે છે. જેનો મસ્કા તથા આજુબાજુના ગામોના દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા માટે જણાવ્યુ હતુ. ઉપરાંત હવેથી દર રવિવારે સવારે ૯ થી ૧ર સુધી દાંત રોગના નિષ્ણાંત ડૉ. ભુમિકાબેન બારોટ પોતાની સેવા રાહતદરે હોસ્પિટલ મધ્યે આપશે તો તેનો પણ લાભ લેવા જણાવ્યું હતુ. આ કેમ્પમાં જનરલ અને લેપ્નેાસ્કોપીક સર્જન ડૉ. કૌશિક શાહ ,ડૉ. હાર્દિક પટેલ, જનરલ ફિઝીશીયન ડૉ. વિશાલ ઓઝા,હાડકાં રોગના નિબણાંત ડૉ. ઉપેન્દ્રસિંહ વાધેલા, ચામડી રોગના નિષ્ણાંત ડૉ. કિંજલ પટેલ, આંખ રોગના નિષ્ણાંત ડૉ. સત્યમ ગણાત્રા, સ્ત્રીરોગના નિષ્ણાંત ડૉ.રીતીકાબેન ગણાત્રા, જનરલ પ્નેકટીશનર ડૉ. મૃગેશ બારડ અને ડૉ. ક્રિમાંશીબેન મહેતા દંત રોગના નિષ્ણાંત ડૉ. ભુમિકાબેન બારોટ વિગેરે ડૉકટરશ્રીઓએ પોતાની સેવા વિના મુલ્યે પુરી પાડી હતી અને કેમ્પમાં જરૂરતમંદ દર્દીઓના એકસ–રે, લોહી પરિક્ષણ તથા કાડર્યિોગા્રમ વિગેરેની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવી હતી અને જરૂરતમંદ દર્દીઓના સરકારશ્રીની મા અમૃતમ તથા આયુષ્માન ભારત યોજના હેઠળ વિના મુલ્યે ઓપરેશનની સગવડ કરી આપવામાં આવશે તેમ સંસ્થાના મંત્રી શ્રી મુકેશભાઈ ભટ્ટે જણાવ્યુ હતુ.ગુજરાત પ્નદેશ કિશાન મોરચાના મંત્રી શ્રી રાણશીભાઈ ગઢવીએ દેશના વડાપ્નધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સેવા સપ્તાહ તરીકે ઉજવણી દરમ્યાન રસીકરણ કેમ્પ તથા માનવ સેવાના થયેલ કામો અને તેમા સેવાભાવી સંસ્થાઓએ આપેલો સહયોગ અભિનંદનને પાત્ર છે.તેમણે એન્કરવાલા હોસ્પિટલની સેવાઓને પણ બિરદાવી હતી. સંસ્થાના મેડીકલ કન્વીનર ડૉ. કૌશિક શાહે આગામી દિવસોમાં વીરાયતન સંસ્થા તથા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ઓકિસજન પ્લાન્ટનું નિર્માણ થશે જેથી આ વિસ્તારને ખુબ જ મોટો લાભ થશે અને સંસ્થા આ કાર્ય પણ રાહતભાવે કરવાની છે તેમ જણાવ્યું હતુ. આ કેમ્પમાં ગામના સરપંચ શ્રી કીર્તીભાઈ ગોર, સામાજીક આગેવાન શ્રી અમુલભાઈ દેઢીયા , મોટા લાયજા ગામના સરપંચ શ્રી કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી શિલ્પાબેન નાથાણી,માંડવી તાલુકા ભાજપના પ્નમુખ શ્રીમતી હેમલતાબેન પટેલ,આજુબાજુના ગામના ગ્રામજનો અને સમાજના આગેવાનો વિગેરે હાજર રહયા હતા. કેમ્પમાં સ્વાગત પ્નવચન સંસ્થાના મેડીકલ ઓફીસર શ્રી ડૉ. મૃગેશ બારડે કરયુ હતુ.સંચાલન તથા આભાર દર્શન સંસ્થાના મંત્રી શ્રી મુકેશભાઈ ભટ્ટે કરયુ હતુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM