પૂનમબેન માડમ ના જન્મ દિવસે જામનગરના સાંસદનો પ્રેરક સેવાયજ્ઞ

દરિદ્ર નારાયણ ની જેમ જ દરદી નારાયણના ઉપયોગ માટે વખતોવખત સાધન સહાય કરતા પૂનમબેન માડમ

સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટની સહાયનો વ્યાપ અબોલપશુથી માંડી અનેકવિધ પ્રવૃતિઓ-ક્ષેત્રો- સહિત વિવિધ વિસ્તાર અને ગામોના જરૂરીયાતમંદો સુધી અવિરત

જામનગર ( ભરત ભોગાયતા)

એમ કહેવાય છે કે સદવિચાર સંસ્કારમા હોય છે વારસામા મળતા હોય છે અને તે સદવિચાર ને અમલમા મુકી  વારસાની ભવ્યતા વટવૃક્ષ સમાન  જાળવી રાખવી  તે વિરલ કર્તવ્ય છે આ કર્તવ્ય એ ભક્તિ બની જાય છે અને એ આત્મસંતોષ ની અનુભૂતિ અદભૂત હોય છે  જ્યારે સદવિચાર રૂપી બીજ  કર્તવ્યરૂપી વટવૃક્ષ બની જાય છે તેમજ  દરીદ્ર નારાયણ ને અનેકવિધ મદદ કરવાની નેમ સાથે દરદી નારાયણની પણ તેવીજ રીતે સેવા કરવાના ભાવ સાથે અનેક પ્રકારની મદદ કરવાની સાથે  સાધનોની સહાય વખતોવખત કરતા રહેવાનુ ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ અવિરત રાખ્યુ હોઇ પોતાના  જન્મદિવસના દિવસે ૨૩ સપ્ટેમ્બરના રોજ  સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પીટલમાં  વધુ એક વખત સહાયનો  પ્રેરક સેવાયજ્ઞ સાર્થક કર્યાનુ જાણવા મળ્યુ છે આ પહેલા સ્ટ્રેચર્સ પુરા પાડવામા આવ્યા હતા કોવિડ મહામારી વખતે દરદીઓની સુવિધાઓ વધારવાની જહેમત તેમજ દરદીઓના પ્રોત્સાહન માટે ઉપયોગી અને પ્રોત્સાહક હજારો કીટના વિતરણ વગેરે પ્રકારની સેવાઓ તો વખતોવખત તેઓ કરતા જ રહ્યા છે એટલુ જ નહી  દિવ્યાંગો માટેના સાધન સહાયનો મેગા કેમ્પ કેન્દ્ર સરકારે સાંસદ પૂનમબેન ની રજુઆતના પગલે જામનગરમા સૌ પ્રથમ વખત મંજુર કર્યો હતો જેમા હજારો દિવ્યાગો માટે સાધન સહાય તેઓના  આધાર સમાન બન્યા હતા એક તરફ ચુંટાયેલા જનપ્રતિનિધી તરીકે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમા એટલે કે એકંદર રીતે જોઇએ તો આમરણ થી ઓખા સુધી અવિરત પ્રવાસ કે લોકસંપર્ક કે લોકોને સાંભળવાની મળવાની અને પ્રશ્ર્નો રજુઆતો સાંભળી તે અંગે સરકારમા વખતોવખત સફળ રજુઆત થી જનસુવિધાઓ સતત વધતી રહેતા લોકપ્રિયતાની ટોચ પર પૂનમબેન બિરાજમાન થયેલા છે તો બીજી તરફ  પૂનમબેનને તેઓના   પિતા અને સમગ્ર હાલારના લોકપ્રિય આગેવાન અને ખરા પ્રજાપ્રતિનિધી તરીકે લોકોના આદરના શીખરો સરકરનાર તેમજ સેવા અને સતા ના અદભૂત સમન્વય દ્વારા જાહેરજીવનમા  સફળ થવા ઇચ્છતા અનેક માટે સફળતાની કેડી કંડારનાર સ્વ.હેમતભાઇ માડમના પ્રજાજનોની અવિરત  સેવાનો સદગુણ વારસામા મળ્યો છે અને સેવાઓનો વ્યાપ તેઓ વધારતા જ રહ્યા છે તેમ બંને જિલ્લાના અનેક નાગરીકો સંસ્થાઓ મંડળો ગૃપ વિવિધ સમાજ  વગેરે નો અભિપ્રાય જાણવા મળ્યો છે માટે જ કહેવાય છે કે દરિદ્ર નારાયણ ની જેમ જ દરદી નારાયણના ઉપયોગ માટે વખતોવખત સાધન સહાય કરતા પૂનમબેન માડમએ તેમના પિતાની સ્મૃતિમા સ્થાપેલા સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટના નેજા હેઠળ સવા  દાયકાથી  અબોલપશુથી માંડી અનાથઆશ્રમ-વૃદ્ધાશ્રમ-દવાખાનાઓ-શાળાઓ-જાહેરસેવા-દિવ્યાંગસેવા-રમતગમત-સાંસ્કૃતિક પ્રવૃતિઓ-પરંપરાગત ઉજવણીઓ અને ઉત્સવો-ધાર્મિક અને સામાજિક ઉપયોગી નિર્માણો કે એ ક્ષેત્રોના જાહેર કાર્યક્રમો-સદાવ્રતો-અન્નક્ષેત્રો-દવા સહાય-ગૌસેવા-રક્તદાન-નિદાનકેમ્પ-કન્યા કેળવણી-મહિલા સશક્તિકરણ-રાષ્ટ્રભક્તિના કાર્યો સહિતના ક્ષેત્રો માટે અને જરૂરીયાતમંદો માટે સેવા તેમજ સહાય અને સપોર્ટનો પ્રજ્વલીત દીપસમાન ગણાતો વ્યાપ  અવિરત રાખ્યો છે જેનો લાભ વિવિધ ગામો તેમજ અનેક  ગ્રામજનો-નગરજનો વિવિધ વર્ગ અને સમુદાયો ને મળી રહ્યો છે જે  ખરા જનપ્રતિનિધી તરીકેનો સોનામા સુગંધ ભળે તેવો અભિગમ હોવાનુ વિશ્ર્લેષકો જણાવે છે ત્યારે સાંસદ અને સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ   પૂનમબેન  માડમ એ તેમના  જન્મદિન પ્રસંગે ટ્રસ્ટ ના નેજા હેઠળ સૌરાષ્ટ્રની સૌથી મોટી તેમજ ગુજરાત રાજ્યની બીજા નંબરની ગણાતી  જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલ ખાતે વ્હીલચેર અર્પણ કરી દરદીઓની સુવિધા વધારવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો તેમ ડીન ડો.નંદીનીબેન દેસાઇ એ જણાવ્યુ છે દરદીસેવાની આ સાધન સહાય અર્પણ થઇ તે વખતે મેડીકલ કોલેજના  ડીન સાથે જીજીએચ સુપ્રી.ડો.તિવારી મદદનીશ સુપ્રિ.ડો.તન્ના એડી.ડીન ડો.ચેટરજી તેમજ ટ્રસ્ટના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ પૂનમબેનના વ્યક્તિત્વને જરા જોઇએ તો “સર્વજન હિતાય-સર્વજનસુખાય” ના મુળભૂત સદભાવ અને જનતાના તેમજ  સરકારના પ્રતિનિધી તરીકે દરેક કાર્યો-દરેક વક્તવ્ય-દરેક મીટીંગ-દરેક લકોસંપર્ક વખતે અદભૂત સમન્વય સ્વરૂપે જોવા મળે છે જે વિઝન સન્માનનીય છે વિશ્ર્વફલક ઉપર છવાયેલા કુશળ શાસક એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી સાંસદ પૂનમબેન માટે પ્રેરણાસ્રોત છે તથા ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઇ શાહ માર્ગદર્શન અને જુસ્સો પુરો પાડે છે તો સંગઠનકાર્યો માટે જે.પી.નડ્ડા નું નેતૃત્વ પણ શાસુચનરૂપ છે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી સંગઠન અને સરકાર સાથે સંકલન જાળવવા માટેની અને શીર્ષસ્થ નેતૃત્વને હંમેશા આદર આપવાની અને મતવિસ્તારમા સંગઠન સાથે હંમેશા વધુ ને વધુ  સુસંકલન જાળવવા ની અને વધુ મજબુત કરવાની પ્રેરણા મેળવતા રહે છે તો એ પણ નોંધનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની પદગ્રહણ બાદ તુરંત ની જામનગરના પુરગ્રસ્તોની મુલાકાત વખતે સાથે રહી પૂનમબેન એ જરૂરી વિગતો આપવાની રજુઆતો કરવાની સાથે મુખ્યમંત્રીના અા ખુબ અગત્યના પ્રવાસમા પુરક બની રહ્યા હતા સરકાર મહિલા સશક્તિકરણ ની હિમાયત કરે છે અને ગામડાથી ગગન સુધી બહેનો પ્રગતિ કરી રહી છે અને રાજ્યમા અને રાષ્ટ્રમા સ્રીશક્તિ ઉદય નો એક નવો યુગ પ્રારંભ થયો છે ત્યારે ઉચ્ચશિક્ષણ- દુરંદેશીતા-રાજકીય ગહન દ્રષ્ટીકોણના સુભગ ત્રિવેણી સંગમથી દાયકાથી જાહેરજીવનમા વધુ સક્રિય રહેલા સંસદસભ્ય પૂનમબેન માડમ બહેનો માટે પ્રેરણા તો પુરી પાડે છે સાથે સાથે રાષ્ટ્રભાવ  અને સદભાવ ની ધરી જાળવી તેમના જાહેરજીવનમાં અવિરત પ્રગતી કરી રહ્યા છે તે બાબત અભ્યાસુઓને સહેજે હંમેશા પૂનમબેનના વ્યક્તિત્વમા નિત્ય  જોવા મળે છે અને માટેજ સંસદસભ્ય તરીકે લોકોની સુવિધાઓ વધારવા સફળ રજુઆતો કરી માર્ગો અને જાહેર બાંધકામો-પોસ્ટ-રેલવે-ટેલીકોમ-આરોગ્ય-શિક્ષણ-વિજવિભાગ-બેંકસેવા-રોજગાર-ઉદ્યોગોના વેરાઓ અને સુવિધાઓના પ્રશ્ર્નો-સરકારી યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચે તે સહિત વિવિધ ક્ષેત્ર મા જનસુવિધાઓ માટે સરકારમા સફળ રજુઆત કરતા રહ્યા છે તે બાબત બંને જિલ્લાના અનેક નાગરીકો જણાવી રહ્યા છે અને ઉમેરે છે કે છેવાડાના આ જિલ્લાઓ જે વિકાસ ઝંખતા રહ્યા હતા  તે વિસ્તારોને છેલ્લા વરસોમાં કેન્દ્રસરકાર દ્વારા અનેકવિધ સુવિધાઓ મળતા ગામડાઓ- નગરો સમય સાથે તાલ મીલાવી રહ્યા છે અને જનજીવન ની સુખાકારી સુનિશ્ર્ચિત થઇ રહી છે જેના યશભાગી પૂનમબેન હોવા છતા તેઓ એવુ કહેતા સાંભળવા મળતા હોય છે મારે હજુય ઘટતી જનસુવિધાઓ અવિરત કરાવતા રહેવી છે અને લોકો માટે કાર્યો કર્યા હોય કરાવ્યા હોય તે બાબતનો આત્મસંતોષ હોવા સાથે હજુ અનેક કાર્યો કરવા  જેના કેન્દ્ર મા નાગરીકો છે તે કટીબદ્ધતા તેઓ વ્યક્ત કરતા હોય છે જે ખરા જનપ્રતિનિધી માટેની ગૌરવ લેવા જેવી વાત છે અને લોકોને પણ તેમના નેતા પ્રત્યે ચોક્કસ ગર્વ થાય તે સ્વાભાવિક છે તેવુ પણ અનેક અભિપ્રાયો અને વિશ્ર્લેષણ નુ તારણ જાણવા મળ્યુ છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM