વેરાવળ ચોપાટી ખાતેથી સફાઇ અભિયાનની શરૂઆત

૩૧ ઓક્ટોબર સુધી જિલ્લામાં હાથ ધરાશે સફાઈ અભિયાન

૧૦,૦૦૦ કિલોથી વધારે પ્લાસ્ટિક કચરો એકઠો કરવાનો તંત્રનો લક્ષ્યાંક

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં ૩૧ ઓક્ટોબર સુધી “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે આવેલ અધતન ચોપાટી વિસ્તારમાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા કલેકટરશ્રી રાજદેવસિંહ ગોહિલ, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિતના મહાનુભાવો દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ આહવાનને લોકો સુધી પહોંચાડતા સાંસદશ્રીએ જણાવ્ય હતું કે સ્વચ્છતા અને વિકાસમાં તમામ  લોકો યોગદાન આપી શકે છે. આ સાથે તેઓએ સમગ્ર જિલ્લા અને દેશ વાસીઓને સ્વચ્છતા માટે સહભાગી થવા આહવાન કર્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૩૧ ઓક્ટોબર સુધી દેશભરમાં જ્યારે પ્લાસ્ટિક કચરા ની સફાઈ, જળ સ્ત્રોતોને પુનઃ જીવીત કરવા સહિતના સ્વચ્છતા લક્ષી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેને અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પંચાયત, ગ્રામ વિકાસ વિભાગ, નગરપાલિકાઓ, તમામ સરકારી કર્મચારીઓ, તેમજ લોકભાગીદારી હેઠળ એનજીઓ, ધાર્મિક સંગઠન તમામ ના સહયોગથી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેને અંતર્ગત પ્રતિ દિવસ કુલ પાંચ સ્લોટમાં જુદી-જુદી પ્રવૃતિઓ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા જન ભાગીદારી અને એનજીઓ સાથે મળીને જિલ્લામાંથી કુલ ૧૦,૦૦૦ કિલોથી વધારે પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે એ લક્ષ્યાંકથી પણ અનેક ગણો કચરો દૂર કરીને સૌ સાથે મળી આ અભિયાન ને સફળ બનાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ સફાઇ અભિયાનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારીશ્રી શર્યુબેન ઝણકાટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એસ.જે.ખાચર, મામલતદારશ્રી ચાંડેગરા, નગરપાલિકાના શ્રી હીરપરા, શ્રી દવેભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM