સુટ થી પોતડી ને ટેરીકોટન થી ખાદીમાં છુપાયેલા હતા પ્રેરણા-પ્રાર્થના-પ્રજાપ્રેમના ધસમસતા પૂર
જામનગર ( ભરત ભોગાયતા)
રાષ્ટ્રપિતા ગાંધીજી એક જામનગરના એક એડવોકેટ અક્ષત વ્યાસની દ્રષ્ટીએ જનજાગરણનુ આંદોલન હતા અને સુટ થી માંડી પોતડી ને ટેરીકોટન થી માંડી ખાદીમાં પ્રેરણા-પ્રાર્થના-પ્રજાપ્રેમના ધસમસતા ઘોડા પૂર છુપાયેલા હતાતેમ આ વાંચન લેખન ચિંતન મનન મા ઓતપ્રોત રહેતા એડવોકેટ અક્ષત એ એ જણાવ્યુ છે
આવો અક્ષત ની દ્રષ્ટીએ “મહાત્મા” ની ઝલક માણીએ અને આદરથી અંજલી આપી તેમના અનેક આદર્શોમાંથી એક સદગુણ જીવનમા ઉતારી સાચી અંજલી અર્પીએ
વાત જાણે એમ છે કે….અજાણ્યું ગામ, અજાણ્યો દેશ અને અજાણ્યા લોકો….વચ્ચે પાંગરવુ તે ત્યારે સહેલુ ન હતુ
સાઉથ આફ્રિકા 1890 આસપાસ એક એવો દેશ હતો કે જ્યા સંપૂર્ણપણે સરમુખત્યારી (રાજાશાહી નહિ સરમુખત્યારી) હતી તે દેશમાં લગભગ એકાદ મહિના પહેલા સાઉથ આફ્રિકા આવેલ એક 23 (ત્રેવીસ) વર્ષના એક છોકરાને 7 જૂન 1983 ના રોજ પીટરમાર્ટીઝબર્ગના રેલવે સ્ટેશનેથી ટ્રેનના ફર્સ્ટ કલાસ કમ્પાર્ટમેન્ટમાંથી તેમ કહી કાઢી મુકવામાં આવ્યો કે “તે કાળો છે.”
આ 23 (ત્રેવીસ) વર્ષનો છોકરો સેકન્ડ કલાસમાં બેસીને ફરી પોતાની મુસાફરી કરી પ્રીટોરિયા જઈ જ શકતો હતો પરંતુ એણે અન્યાય પર ગુસ્સો આવ્યો અને પોતાના ગુસ્સાને કાબુમાં કર્યો. આ 23 (ત્રેવીસ) વર્ષના છોકરાએ આખી રાત રેલવે પ્લેટફોર્મ પર વિતાવી અને પછી શરુ થઇ એક વૈચારિક ક્રાંતિ…
પ્રથમ આંદોલન – પ્રથમ સત્યાગ્રહ.
આપ પણ લગભગ 23 (ત્રેવીસ) વર્ષની ઉમર વટાવી ચુક્યા છો, આપને પણ અનેક વખત રાજ્ય બહાર કે દેશ બહાર જવાનો મોકો મળ્યો હશે; આપની તે સમયની મનોદશા સાથે આ ક્રાંતિને જુઓ પછી કહો.
ગાંધીજી 2 ઓક્ટોબર 1869 માં જનમ્યા હતા અને 24 મે 1893 ના રોજ સાઉથ આફ્રિકા પહોંચ્યા હતા અને ટ્રેન વાળો બનાવ 7 જૂન 1893 ના રોજ બનેલ હતો. એટલે કે તેઓના જન્મના ત્રેવીસ વર્ષ પછી અને તેઓના સાઉથઆફ્રિકા પહોચયાના માત્ર 14 દિવસ પછી.
શું આપ એવું માનો છો કે સાઉથ આફ્રિકા પહોચ્યાના 15 જ દિવસમાં તેને ત્યાંની સંપૂર્ણ હાલતની જાણ થઇ ગઈ હશે તેઓનું મોટું ગ્રુપ બની ગયું હશે અને તેઓને પોતાની નાત – જાતના લોકો સાથે કોન્ટેક્ટ થઇ ગયો હશે ?
અજાણ્યા દેશમાં, અજાણ્યા લોકો સામે કોઈ મિત્ર – દોસ્તારો કે નાત – જાતના સહયોગ વગર 23 (ત્રેવીસ) વર્ષનો આ છોકરો સરમુખત્યાર સરકાર સામે એકલે હાથે લડ્યો અને જીત્યો.
આજે દુનિયાના 200 દેશો પૈકી 100 દેશોમાં તથા ગાંધીજી પેલી ટ્રેનમાં જ્યા જવાના હતા તે “પ્રીટોરિયા” અને ગાંધીજીને જે સ્ટેશને તેઓને હડધૂત કરાયેલ હતા તે “પીટરમાર્ટીઝબર્ગ” એમ બંને સ્ટેશનો પર ગાંધીજીની પ્રતિમા છે.
આજે ગાંધીજી વિષે થતી વાતો અને અવમાનાનાઓની હવે ગાંધીજીને પડી નથી કે નથી કોઈ હકિકતી ગાંધીવાદી વિચારસરણી ધરાવતા લોકોને ગાંધીજીની અવમાનના અને આલોચનાઓથી કોઈ ફર્ક પડતો નથી. ગાંધીજીને પણ વૈચારિક વિરોધ પસંદ હતો. ત્યારે સોશિયલ મીડિયા – IT સેલ કે હરતાંફરતાં ફોટોગ્રાફરો ન હતાં છતાં આખી દુનિયામાં ગાંધીજીના વિચારો અને કામો પહોંચતા હતાં.
આજે, ગાંધીજીએ દેશ અને પ્રજામાં વૈચારિક ક્રાંતિ લાવવા માટે જે કર્યું તેનો ઇતિહાસ સમગ્ર દુનિયા જાણે છે અને આ બાબત આવતા 200 વર્ષ સુધી કાયમ રહેશે અને તેને કોઈ બદલી શકે તેમ નથી.
આપણા દેશમાં સોશિયલ મીડિયામાં થતી વાતો જોતા ભૂતકાળમાં મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈસટાઇનના ગાંધીજી વિષે કહેલા શબ્દો યાદ આવે છે “Generations to come will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth” એટલે “ભવિષ્યમાં લોકો હાડમાસમાં આપણા વચ્ચે આવી વિભૂતિ જીવતી હતી તે બાબતે શંકા કરશે.” આજે લોકોને શંકા જ છે કે….
કેવી રીતે કોઈ આટલુ બધુ મહાન થઇ શકે?
કેવી રીતે રાજકારણમાં કોઈ સદંતર સારું રહી શકે?
કેવી રીતે કોઈ લોકોને માર ખાવા માટે પ્રેરણા આપી શકે?
કેવી રીતે 23વર્ષનો છોકરો સરકારને કોઈ હથિયાર કે કોઈ હિંસા વગર હરાવી શકે?
જો આ પ્રશ્નનો જવાબ મળી જશે તો વિચારવાની જરૂર નહિ રહે કે ગાંધી મહાત્મા હતા કે નહિ?





