ગાંધી જયંતિ નિમિત્તે બાપુજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી એ ગાંધીધામનાં દાદા ભગવાન મેદાન પાસે નવનિર્મિત ડૉ.બાબા સાહેબ આંબેડકર કનવેન્સન સેન્ટર ની મુલાકાત લીધી હતી.

ગાંધી જયંતિ નિમિત્તે બાપુજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી એ ગાંધીધામનાં દાદા ભગવાન મેદાન પાસે નવનિર્મિત ડૉ.બાબા સાહેબ આંબેડકર કનવેન્સન સેન્ટર ની મુલાકાત લીધી હતી. આ પ્રોજેકટ ડૉ.બાબા સાહેબ આંબેડકર કનવેન્સન સેન્ટર તરીકે અંદાજીત રૂ.૨૮.૮૪ કરોડનાં ખર્ચે તૈયાર થશે. આ ભવનનું નિર્માણ લગભગ ૩૬૦૦૦ ચો.મી માં પથરાયેલું હશે.ગાંધીધામ શહેરનાં નાગરિકોની બહુવિધ જરૂરિયાતોને સંતોષી શકે એવા વિશાળ ભવનનું નિર્માણ કાર્યનું તે વખતનાં માનનીય શિપિંગ મંત્રીશ્રી એ ૨૦૧૬ માં જાહેરાત કરી હતી. આ ભવનનું નિર્માણ એક અલગ શૈલીથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુંદર, મલ્ટી એક્ટિવિટીઝ બોક્સ સ્ટ્રક્ચરસાથેનું સંપૂર્ણ વાનાનુકૂલિત, અને સુંદર પેનલથી સજાવેલું અંદરનું વિભાગ સાથે બહારની બાજુએ લેન્ડસ્કેપ ગ્રીન લોન વૃક્ષો તથા બેકઅપ પાવર જનરેટર ની વ્યવસ્થા સાથે તૈયાર કરવામાં આવશે.  આ ભવનમાં અંદરના ભાગમાં લગભગ ૨૦૦૦ જેટલા માણસોને સમાવી શકાય અને બાહરન બાજુએ વધારાના ૫૦૦ વ્યક્તિઓનો સમાવેશ થઈ શકશે. આ ભવનના નિર્માણ થઈ શકવાથી સમાજનાં વિવિધ સ્તરના લોકો, સંસ્થાઓ તેમજ આર્થિક રીતે નબળા વિભાગનાં સમૂહો પણ તેમનાં સામાજીક કાર્યક્રમો ની ઉજવણી ગૌરવપૂર્ણ તથા  સન્માનજનક રીતે કરી શકશે.  ધારાસભ્યશ્રી સાથે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખશ્રી પંકજભાઈ ઠક્કર, ગાંધીધાન નગરપાલિકા પ્રમુખશ્રી ઈશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખશ્રી બળવંત ઠક્કર, શ્રી મધુકાંતભાઈ શાહ, શ્રી સુરેશભાઇ શાહ, શ્રી મોમાયાભાઇ ગઢવી, શ્રી વિજયસિંહ જાડેજા પણ જોડાયા હતા. તેઓશ્રીએ  આ ભવનના બાંધકામ વિસ્તારમાં પોર્ટ ટ્રસ્ટનાં હાજર રહેલા અધિકારીઓ સાથે ભવનનાં નિર્માણ બાબતે વિચાર-વિમર્શ કરીને માહિતી મેળવી હતી તથા તેઓશ્રીને સુચન કર્યા હતા. હાજર રહેલા દિનદયાલ પોર્ટના અધિકારીઓ તરફથી મળેલ માહિતી પ્રમાણે આ ભવનનું નિર્માણ કાર્ય ચાલુવર્ગનાં ડિસેમ્બર અથવા નવા વર્ષનાં પહેલા મહિના સુધી પૂર્ણ થઈ જવાની શક્યતા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM