ગુજરાત સરકાર દ્વારા અનેક લોકઉપયોગી યોજનાઓનું લોકાર્પણ સમયાંતરે કરાતું હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તેના દીર્ઘ શાસનકાળમાં સુશાસન થકી લોકચાહના મેળવી છે જેના ભાગરૂપે સરકારના સેવા કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓનું ભાથું લઈને યાત્રા સ્વરૂપે ગુજરાતની જનતા વચ્ચે જઈને જનતા જનાર્દનના આશિર્વાદ મેળવવાના શુભાશયથી જન આશિર્વાદ યાત્રાનું આયોજન ઘડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કચ્છમાં પણ આગામી તા.૮ મી ઓકટોબરના રોજ જન આશિર્વાદ યાત્રા યોજાશે. આ અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉકત યાત્રાની તૈયારીઓના ભાગરૂપે એક અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં આ યાત્રની સંપૂર્ણ રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી અને કચ્છમાં કાર્યકરોના પુરૂષાર્થબળે અને પ્રજાના આશિર્વાદ મેળવવા આ યાત્રાને મહત્તમ સફળ બનાવવા માટે સંવાદ યોજાયો હતો. ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન આપતા કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા ભાજપના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ પાર્ટી કાર્ય માટે હંમેશા પોતાની જવાબદારી નિભાવવા તત્પર રહે છે. ભાજપના દરેક કાર્યકર પ્રજાની વચ્ચે સાથે રહી કાર્ય કરે છે. ભાજપ સરકારના અનેક જનહીતની યોજનાઓનો લાભ દરેક વ્યકિતને મળતો રહે તેવા પ્રયત્નો થી ગુજરાત અને કચ્છની પ્રજા ભાજપને હર હંમેશ આશિર્વાદ પ્રદાન કરે છે ત્યારે આ યાત્રા કચ્છમાં જન આશિર્વાદરૂપી સફળતા સાથે સંપન્ન થાશે તે નિ:સંદેશ બાબત છે. આ જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ સામખીયાળી સંધ્યાગીરી આશ્રમ મધ્યે સવારે ૯:૩૦ કલાકે પ્રારંભ કરવામાં આવશે જયાંથી ભચાઉ તાલુકાના વોંધ, ભચાઉ શહેર, ગાંધીધામ શહેર, અંજાર તાલુકાના મેઘપર બોરીચી, અંજાર શહેર, સીનુગ્રા, ચંદિયા, ભુજ તાલુકાના કોટડા (ચકાર), પીથોરાપીર, ભુજોડી, માધાપર થઈ ભુજ શહેર મધ્યે આવશે જેનું સમાપન કાર્યક્રમ ભુજના ટાઉનહોલ મધ્યે આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. કચ્છમાં યોજાનાર જન આશિર્વાદ યાત્રામાં જિલ્લા સંગઠન પ્રભારી હિતેશભાઈ ચૌધરી, યાત્રાના જિલ્લા ઈન્ચાર્જ જયંતભાઈ માધાપરીયા, ભરતભાઈ શાહ, રમેશભાઈ મહેશ્વરીએ આ જન આશિર્વાદ યાત્રામાં વધુને વધુ કચ્છવાસીઓને જોડાશે અને તેમની સાથે સફળ શાશનના સંદેશ અપાશે એવી ભાવના વ્યકત કરી હતી.ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા, પચાણભાઈ સંજો, મંત્રી વિજુબેન રબારી, ખજાનચી દિલીપભાઈ શાહ,
ગાંધીધામ તાલુકા સહ પ્રભારી દેવજીભાઈ વરચંદ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તાપસશભાઈ શાહ, જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ હાથી સહિત જિલ્લા તાલુકાના ઈન્ચાર્જ અને હોદેદારો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.


