ભુજના મુખ્ય માર્ગ પર આવેલી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યા હતા.

ભારતના યુગ પુરૂષ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિતે તેમને હારારોપણ કરી તેમના દેશ માટેના કરેલા કાર્યોને યાદ કરાયા હતા. ભુજ શહેર મધ્યે હમીરસર પાસે આવેલ મહાત્મા ગાંધીજી અને કચ્છમિત્ર સર્કલ ભુજના મુખ્ય માર્ગ પર આવેલી લાલ બહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યા હતા. સાથે સ્વચ્છતાના સંદેશો આપનાર મહાત્મા ગાંધીની વિચારધારાને અનુરૂપ દેશલસર તળાવ અને ભુજના દરેક વોર્ડ ખાતે સફાઈ મહાઅભિયાન કરાયા હતા. તેમજ લાલબહાદુર શાસ્ત્રીજીના વિચારો જય જવાન, જય કિશાનના નારાને સાર્થક કરવા જવાનો અને કિશાનોને આદર્શ બનાવી જવાનોની જેમ હંમેશા દેશ રક્ષા માટે કટીબધ્ધતા અને કિશાનોની જેમ લોકો માટે ઉપયોગી મહેનત કરી અનાજ ઉત્પાદનમાં ખૂબ સહકાર રૂપે મદદરૂપ બનવાના કાર્યો યાદ કરાયા હતા. તે ઉપરાંત ગાંધીજીની આદર્શ વિચારધારા સાથે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે શહેરમાં આવેલ ખાદી ભંડાર ખાતેથી તમામ હોદેદારો અને આગેવાનોએ ખાદી ખરીદી પણ કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે મહાત્મા ગાંધીના શાંતિના સંદેશને યાદ કરતા જણાવ્યું હતું કે, શાંતિથી ચર્ચા દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. ગાંધીજીના આદર્શ વિચારો જીવનમાં અતિ ઉપયોગી થઈ શકે. ગાંધીજી દરેક વર્ગના લોકો સાથે રહી તેમના સાથે વિચાર વિમર્શ કરતા. તેમના જીવન મુલ્યોને આજે સમગ્ર વિશ્વ યાદ કરી રહયું છે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અની સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના પ્રતિભાવો વ્યકત કરતા જણાવ્યું હતું કે, દરેક વ્યકિતએ આદર્શ જીવન માટે ગાંધી વિચારોથી પ્રેરણા લેવી જોઈએ. ગાંધીજીના સાદગીભર્યા જીવન છતાં લોકોના પ્રેમથી ખૂબ મોટી ચાહના મેળવી હતી. તેમની જીવન શૈલી અને તેમના આદર્શો આજે દરેક વર્ગ માટે પ્રેરણાદાયક છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરીયા, ડો. મુકેશભાઈ ચંદે, પચાણભાઈ સંજોટ, મંત્રી પ્રફુલસિંહ જાડેજા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠકકર, જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ હાથી, યુવા મોરચા પ્રમુખ તાપશભાઈ શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ આર. ઠકકર, શહેર ભાજપ મહામંત્રીઓ બાલક્રિષ્નભાઈ મોતા, જયદિપસિંહ જાડેજા સહિત શહેર સંગઠન, શહેર મોરચાઓના હોદેદારો, નગરપાલિકાના સદસ્યો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ કેતનભાઈ સી. ગોરની યાદીમાં જણાવાયું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM