સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ નો સંકલ્પ કરીએ:- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણનીના સંકલ્પનીનેમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતે “ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022” દ્વારા અમદાવાદના સરદાર ધામ ખાતે આયોજિત પ્રમોશનલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વ્યક્ત કરી હતી.

રાજ્યપાલશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના ભારતને એકસૂત્ર કરવાના યોગદાનને યાદ  કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડા ઓને એક કરીને ભારતને સંપૂર્ણ રાષ્ટ્ર બનાવ્યું હતું. સરદાર પટેલ એ દ્રઢ મનોબળ ધરાવનારા એવા વ્યક્તિત્વ હતા જેમણે ભારત દેશને વિશ્વમાં અનોખું સ્થાન અપાવ્યું છે.રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવીને સરદાર પટેલને ઇતિહાસ નાં પાના ઓ માંથી બહાર કાઢીને પુનઃજીવિત કર્યા છે અને દેશની ફરીથી એકસૂત્રતા બાંધવાનું ભગીરથ કાર્ય કર્યું છે.રાજ્યપાલ શ્રી આ અવસરે ગુજરાતમાં કળા સંસ્કૃતિ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવનું સ્મરણ કરતાં કહ્યું કે, ગુજરાતની ધરતી એ હંમેશા દેશની  પ્રગતિ અને વિકાસ માં પોતાનો ફાળો આપનારા લોકોને જન્મ આપ્યો છે.રાજ્યપાલશ્રીએ કહ્યું કે ભારત એ વસુદેવ કુટુંબકમ ની ભાવના ધરાવનારો લોકશાહી દેશ છે, તેમણે ગૌરવભેર કહ્યું કે ભારતની પ્રગતિના મૂળમાં, ભારતીય દાર્શનિક અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો રહેલા છે.તેમણે ઉમેર્યું હતું કે સરદારધામ એ માત્ર પાટીદાર સમાજનું નહીં પરંતુ રાષ્ટ્રવાદી વિચારધારાનું પ્રેરણાનું કેન્દ્ર બનશે.આ પ્રસંગે સરદારધામ ના પ્રમુખ શ્રી ગગજી સુતરિયા અને શ્રી. બી કે. પટેલે  પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ની વિસ્તૃત માહિતી આપીને તેની વિશેષતાઓ અને મુખ્ય ઉદ્દેશોથી  ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં શ્રી દિલીપ સંઘાણી, સરદારધામ ના સીઈઓ શ્રી એચ.એસ.પટેલ ઉદ્યોગપતિઓ, પાટીદાર સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *