મુખ્યમંત્રીઓ-કેબીનેટ મંત્રીઓ અમસ્તા નથી કેતા કે…..” પારદર્શી વહીવટ કરો……” પણ પોતાની તાનમા દોડનારા કચેરીના નામ બગાડે છે
જામનગર ( ભરત ભોગાયતા)
આજે રજાના દિવસે કામઢો ગણાતો એક કર્મચારી લાંચ મા ઝડપાયો હોઇ જામનગર કલેક્ટર કચેરીમા એક જ ચર્ચા થાય છે કે
હવે કોનો વારો?કલેક્ટરેટમા ચિંતાસાથે આ ચર્ચા ના બે દ્રષ્ટીકોણ છે કે ચેતન ઉપાધ્યાય નામના આ નાયબ મામલતદાર એ પૈસા લીધા એમા કોઇનો બવાગ છે કે ફટાકડાની એક દુકાન દીઠ ૧૦૦૦૦ દસ દસ હજાર રૂપીયા પોઝીટીવ અભિપ્રાયના પોતેજ ઉલાળી જાય છે ને ઓડકાર પણ નથી ખાતો ઉપરાંત બીજો દ્રષ્ટીકોણ એ છે કે કલેક્ટરેટ મા “તરવરીયા”અમુક તલાટી અમુક ક્લાર્ક અમુક નાયબ મામલતદારો સામે અસંતોષ ફરિયાદો છે અને તેમની જાહોજલાલી ની ચર્ચાઓ પણ છે આમ તો ગામ ના મોઢે ગરણા ન બંધાય લોકો તો બોલે…….પણ હા બોલે તેનુ કઇક કારણ ને તારણ પણ હોઇ શકે છે
જામનગર શહેર મામલતદાર ઓફીસનો ચેતન ઉપાધ્યાય નામનો નાયબ મામલતદાર ફટાકડા વાળાની દુકાને થી દસહજારની લાંચ લેતા ઝડપાયો હોઇ હવે આ મામલે
બીજા કોઇ નો આ નાણામા ભાગ હતો કે શું??? ઉંડી તપાસ અને સઘન પુછપરછ બાદ એન્ટી કરપ્શન બ્યુરો તાણાવાણા ઉકેલશે તેમ જાણવા મળ્યુ છે
વળી લાંચના આ ગુના વખતે સીટી મામલતદાર વ્યાસ ( જે જીપમા જ બેઠા હતા ને ભાઇ ઉઘરાણા કરવા ગયો તો) અને બીજો સ્ટાફ પણ સાથે હતો માટે એ બધા સાથે શા માટે હતા?? ને કામ એ જ હતુ તપાસનુ તો બધા તપાસ કેમ નહતા કરતા??? માત્ર રજામા જે નિકાલ થયો તે કરવા ને એ બહાને આટો મરાય જાય એમ તો સાવ નીકળ્યા નહી હોય ને???
સવારના જ્યારે ચેતન અને મામ.વ્યાસ કચેરીથી નીકળ્યા ત્યારે ખુશખુશાલ હતા અને મનમા લાડુ ફુટતા તા કે આ જ તો સારો વકરો કરવો છે??? એમ જ વિચારતા હશે ને??? માટે પુંઠા ફાઇલ અરજીઓ સાથે જ રાખી પરંતુ આ અભિયાન ભારે પડી ગયુ કેમકે ચેતન ની માઠી બેઠી હશે…..આ મે ય ક્યે છ ને કે વાર્યા ન વરે હાર્યા વરે…..એમ થોડાક દી બીજા લાંચીયા ય ધ્યાન રાખશે ને સલામત વ્યવહાર કરવા ના નુસખા ગોતવા મંડશે તેમ પણ ચર્ચાઓ ચાલે છે વળી ચેતનમહેસુલ કર્મચારી મંડળનો પ્રમુખ છે અને અગાવ પણ ઝોનલકચેરીમા રાશનકાર્ડમા આધાર વગર નામ ચડાવવાનીલાંચ લેતા ઝડપાયો હતો બાદમા જેલમા ગયો સસ્પેન્ડ થયો અને પરત નોકરીમા લેવાયોપરંતુ કેસ ચાલે છ છતાય તેને મહત્વનુ ટેબલ અપાયુ હોઇ ભાઇ હવામા ઉડવા લાગ્યા હતા તેમ પણ ચર્ચાય છે ( બીજા અમુક જમીન થી આકાશમા ઉડે છે અમુક બીજા ત્રીજા માળ થી ગગન વિહાર કરે છે…..ઇ દરેક નહી સમજે કે વાર્યા વરશે નહી તો આવી હાલાત થશે તેમ ટીકા ટીપ્પણ થાય છે કેમકે હવે અરજદારો નો અસ્તોષ અમુક ટેબલ પરથી બહુ જ છે અને સેવા શિસ્તના અમુક કર્મચારીઓ લીરા ઉડાડે છ તેમુદે શુ બીજી જગ્યાએ કે ઉચ્ચ કક્ષાએ ખબર ન હોય??? બધી જ બધા ને ખબર હોય લાગ આવે ત્યારે દાવ લેવાય જાય……માટે ચેતતો નર સદા સુખી એ અહેવાલ અગાઉ આપ્યો હતો સરકારી વિભાગો રડાર મા છે વોચ છે એ અહેવાલ પણ અગાઉ આપ્યો હતો હજુ ય ઘણુ થવાનુ ઘટે છે માટે હજુ ય કલેક્ટરેટ મા તાત્કાલીકઆંતરીક બદલીઓની તાતી જરૂર છે તેમજ અમુકને ચીમકી આપવાની અમુકને વ્યવહાર સુધારવાનુ શીખવાડવુ પડે તેમ છે તેમજ અમુક તાલુકા મા અમુક રેવન્યુ કર્મચારીઓ ને પણ અંકુશમા રાખવા જરૂરી છે તો અમુક અધીકારીઓ એ સરકાર બદલી તે પહેલા મોજમજા કરી તે મોજમજા હવે બગડે તો નવાઇ નહી તેવુ અનુમાન છે
બીજી તરફ ACB એ પકડતા ધ્રુજી ઉઠેલ ચેતન ઉપાધ્યાય રડીપડ્યો( સ્વાબવાવિક છે કેમકે એને એમ કે હુ બિલાડીની જેમ દુધ પીવ છુ આંખ વીચી ને તે કોયજોતુ નથી….!!!! પણ ચબરાક એસીબીનો છાપો પડ્યો ને રેડ હેન્ડેડ ભાઇ ઝડપાય ગયો ….જાવા દો ને સાયબ….ની કાકલુદી …… કરતો આ લાંચીયો કર્મચારી .અગાઉ પણ આ લાંચમા ઝડપાયો તો….તો પણ શીખામણ ન લીધી……સતત બે બે વખત ઝડપાયા નો રેવન્યુ કર્મચારી તરીકેનો રેકોર્ડ તેના નામે નોંધાયો છે
ગુજરાતના મુખ્યમંત્રીઓ-કેબીનેટ મંત્રીઓ અમસ્તા નથી કેતા કે…..” પારદર્શી વહીવટ કરો……” પણ પોતાની તાનમા દોડનારા કચેરીના નામ બગાડે છે ને સરકારના ધ્યાનમા જ છે કે અરજીઓના નિકાલ સમયસર નથી સકારણ વિલંબ ધકા ખવડાવવા આ જ કામ ન થાય તે બાદમા થઇ પણ જાય કોઇ સમયમર્યાદાનુપાલન નહી અરજદારોને સંતોષ નહી દરેક માટે નિયમનોખા કામકરવાના અને ન કરવાની ચોક્કસ ( અ) નિતી અયોગ્ય વ્યવહાર પ્રજા સેવક નહીપ્રજાના સાયબ હોય તેવો દબદબો ……..વગેરે પ્રકારથી એરટાઇટ અમુક ના વ્યવહાર શ્કાસચપદ તો છે જ હવે તપાસના રડાર મા છે
લાંચિયાઓ પર એસીબીએ તવાઈ બોલાવવાની શરૂઆત કરી દીધી છ મળતી માહિતી મુજબ શહેર મામલતદાર વ્યાસ ની કચેરીના એક કર્મચારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી એસીબીએ ઝડપી પાડ્યા છે,ફટાકડા લાયસન્સના અભિપ્રાય આપવા માટે તેને લાંચ માંગી હતી અને એસીબીનું છટકું સફળ થયું છે,આ અંગે અન્ય ઉપરી અધિકારીનો રોલ છે કે કેમ તે અંગે એસીબી સતાવાર વિગતો તપાસ બાદ જાહેર કરશે.હાલ એસીબી દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે.જો કે આ સમાચારે જામનગરના રેવન્યુ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે.
જામનગરમાં દિવાળી સમયે એસીબી દ્વારા શરુ કરવામાં આવેલ સરકારી કર્મચારીઓ અધિકારીઓના લાંચ લેવાના સફાઈ અભિયાનમાં આજે જામનગર શહેર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ ચેતન ઉપાધ્યાય ફટાકડા લાયસન્સનો અભિપ્રાય આપવા માટે ફટાકડાના દુકાનદાર પાસેથી રૂપિયા દસહજાર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, તેવો સરકારી ગાડી લઇ અને લાંચ લેવા ગયો હતો. ત્યારે જ એસીબીએ વોચ રાખી તેને ઝડપી પાડ્યો છે, અત્રે એ યાદ અપાવી દઈએ કે ચેતન ઉપાધ્યાય અગાઉ દરબારગઢ ઝોનલમાં હતા તે સમયે પણ તેવો એસીબીના છટકામાં આવી ચુક્યા હતા અને ફરીથી તેવોને નોકરીમાં લેવામાં આવ્યા ત્યારે તેવો હાલ શહેર મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા અને આજે લાંચ લેતા ઝડપાઈ જતા જામનગરના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.





