વડાપ્રધાનશ્રી દ્વારા દેશ સહિત રાજ્ય માટે અમલી ડી.એમ. એફ યોજનાના આયોજન મા થતાં વિલંબ ના કારણે વિકાસના કામો ના લાભો થી પ્રજા વંચિત .

જિલ્લા કલેકટર dmf ના અધ્યક્ષ બનાવ્યા હોવાથી કામનું ભારણ તેમજ અન્ય કારણોસર સમયસર યોગ્ય નિર્ણય લેવામાં થતો વિલંબ

રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે લોકકલ્યાણ ની યોજનાઓ અલમાં મૂકવામાં આવી છે પરંતુ જિલ્લા વહીવટીતંત્ર ના અધિકારીઓની  નિર્ણયશક્તિ ના અભાવે આ રાજ્યની જનતા ના  ભલા માટે કામ કરવાની ઈચ્છાશક્તિ  નૈતિકતા ના અભાવે ભારતદેશ ના યશસ્વી વડાપ્રધાનશ્રી માનનીય શ્રી  નરેન્દ્ર મોદીજી દ્વારા રાજ્ય સહિત સમગ્ર દેશમા અમલ મા મૂકવામાં આવેલ  ખનિજ અસરગ્રસ્ત ગામોમા વિકાસ માટે પ્રજાને સુખ સુવિધાયુક્ત સવલતો પૂરી પાડતી યોજના આજે નિરર્થક બની રહી છે અને  સરકારશ્રીની મહત્વની વિકાસલક્ષી યોજનાના લાભોથી વંચિત રહેવા જિલ્લાની પ્રજાને મજબૂર થવાનો વારો આવ્યો છે જિલ્લા ના ચુંટાયેલા જન પ્રતિનિધિઓ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં  કોઈ નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું નથી આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ જિલ્લા ના પ્રભારી મંત્રીશ્રીઓ DMF Governing Council ના અધ્યક્ષશ્રી તરીકે હતા પરિણામે જિલ્લાની પ્રજાના પ્રશ્નોને રજૂઆતો ને ધ્યાને લઈને સમયસર આયોજન અંગે મીટીંગ કરવામાં આવતી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રીશ્રી ના સ્થાને  જિલ્લા કલેકટરને DMF કમિટીઓના અધ્યક્ષ બનાવ્યા છે ત્યારથી આ યોજનાના અમલ મા કામના ભારણ જે  કોઈ ના કોઈ કારણસર કલેકટર દ્વારા  રસ દાખવવામાં આવતો નથી અને જિલ્લાની પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે રાજ્ય સરકારશ્રી ને જાહેરજનતાના હિત મા સત્વરેજિલ્લા ના પ્રભારી મંત્રીશ્રીઓ ને DMF કમિતિઓ ના અધ્યક્ષ બનાવવામાં આવે તો સમયસર આયોજન હાથ ધરવાના કારણે ભારત સરકાર દ્વારા મંજૂર થયેલી રાજ્યસરકારશ્રી દ્વારા અમલી  આ મહત્વ ની યોજનાનો લાભ સાચા અર્થમાં પ્રજાજનો ને મળશે અને આમ જનતા મા રાજ્ય સરકારશ્રી ની સારી છબી વધારે સારી થશે

જિલ્લા પ્રભારી મંત્રી જો DMF ના અધ્યક્ષ તરીકે મૂકવામાં આવે તો પ્રજાના પ્રશ્નોને ધ્યાને લઇ સમયસર આયોજન અંગેની મીટીંગ કરી શકાય અને પ્રજાને આ યોજનાનો ઝડપથી લાભ મળી રહે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM