વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ વાપી ખાતેથી સી.આઇ.એસ.ફ.ના ૧૯ સાયકલીસ્‍ટ જવાનોની એકતા રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું

વલસાડઃ- તા.૨૪: આઝાદી કા અમૃત મહોત્‍સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સી.આઈ.એસ.એફ. દ્વારા તિરુવનતપુરમ થી કેવડીયાના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી  સુધી બે હજાર કરતાં વધુ કિ.મી. લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સાયકલ રેલીને આજરોજ વલસાડ જિલ્લાના વાપીના સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે અને અન્‍ય અધિકારીઓએ લીલી ઝંડી બતાવી કેવડીયા તરફ જવા માટે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.          આ અવસરે વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સાયકલ રેલીમાં ભાગ લેનારા સી.આઇ.એસ.એફ.ના જવાનોને અભિનંદન આપતાં જણાવ્‍યું હતું કે, એકતા સાથે આગળ વધવાનો આ રેલીનો મુખ્‍ય ઉદ્દેશ છે, આ ઉદ્દેશને રેલીમાં જ નહીં આપણા જીવનમાં પણ હંમેશા યાદ રાખવું જોઇએ. આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્‍યારે આપણા દેશને આઝાદી મળી તે વખતની અને આજના સમયની ભૂમિકા સમજી દેશ પ્રત્‍યે આપણી જવાબદારી સૌએ નિભાવવી જોઇએ.ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ અનિલકુમારે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાયેલી સાયકલ રેલીની રૂપરેખા આપી હતી.આ અવસરે પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, વાપી મામલતદાર ડી.એમ.મહાકાલ, વાપી રૂરલ મામલતદાર પ્રશાંત પરમાર, જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઇ પટેલ, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર વી.જી.ભરવાડ, નાયબ ઇજનેર વાય.કે.પટેલ સહિત સી.આઇ.એસ.એફ.ના અધિકારીઓ વગેરે હાજર રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM