
– બાળદીક્ષા લીધેલાને પુખ્ત ઉંમરે સંસારમાં પાછા વળવાનો નિયમ બનાવવો જરૂરી.
– ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી ન હતી.
– બાળ વેવિશાળ પ્નથા અમંગળ, બરબાદીને આમંત્રણ…. જાથા.
– બાળદીક્ષા ઉપર પ્નતિબંધ કાયદો બનાવવા વિજ્ઞાન જાથાની માંગણી.
– બાળદીક્ષા માનવ અધિકારનો ભંગ, હનન અપરાધ… જયંત પંડયા.
– છાત્ર–છાત્રાઓ, શિક્ષકોને બાળદીક્ષાની ગંભીર માહિતી આપવામાં આવી.
– અનિલ જ્ઞાન મંદિરમાં અવનવા પ્નયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા.
– વિજ્ઞાન જાથાનો ૯૯૯૬ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન.

બાળદીક્ષાગેરકાનુની, અમાનવીયઅનેઅધાર્મિક… વિજ્ઞાનજાથા

રાજકોટ અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર–છાત્રાઓ, શિક્ષકોમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં વિવિધ સંપ્નદાયો, જ્ઞાતિ સમાજમાં પોતાના ધર્મમાં પ્નવર્તતી બાળદીક્ષાની પ્નથા ભવિષ્ય માટે કેટલી ખતરનાક, નાની ઉંમરે વૈરાગ્યની કેમ ખબર પડે ? માતા–પિતા, પરિવારના સદસ્યો સાથે બાળકોની દીક્ષા અંગિકારની ભય સ્થાનોની વિસ્તૃત માહિતી સાથે બાળલગ્ન પ્નથા ઉપર પ્નતિબંધની જેમ બાળદીક્ષા ઉપર સરકાર પાબંદી મુકે તેવી વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ માંગણી કરી હતી.
સ્વાગત પ્નવચન અને સંસ્થાનો પરિચય પ્નિન્સીપાલ છાયાબેન દવેએ આપી શાળામાં વિવિધ પ્નવૃતિઓનો ચિતાર સાથે વિજ્ઞાન જાથાની પ્નવૃત્તિ સમાજ માટે ઉપયોગી સાથે ઉપકારક છે તેવી વાત મુકી હતી. વિજ્ઞાન પ્નવૃત્તિની ભારોભાર પ્નશંસા કરી હતી. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન છાત્ર–છાત્રાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. ચમત્કારીક પ્નયોગો નિહાળી વિદ્યાર્થીઓ ખુશખુશાલ નજરે પડયા હતા.
જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ પ્નશ્નોતરી અને રસપ્નદ માહિતી આપતા પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે ર૧ મી સદીમાં ભારતમાં વિવિધ સંપ્નદાયો, જ્ઞાતિ સમાજના પોતાના ધર્મમાં બાળદીક્ષા પ્નથા આજે પણ જોવા મળે છે તે દુ:ખદ સાથે આઘાતજનક છે. બાળલગ્ન પ્નથા ઉપર પ્નતિબંધ છે તેવી રીતે સરકારે બાળદીક્ષા ઉપર પ્નતિબંધ મુકવાની તાતી જરૂરીયાત છે. મતાધિકાર માટે ઉંમર નક્કી છે ત્યારે બાળદીક્ષા ઉપર પાબંદી સમયની માંગ છે. બાળદીક્ષાના ગંભીર પરિણામો અવારનવાર જોવા મળે છે. ધાર્મિક નેતાઓએ આગળ આવી બાળકોના હિતમાં પોતાના વિચારો રજૂ કરવા જોઈએ. આઠ–દશ વર્ષના બાળકોને વૈરાગ્ય, સંયમ, મોક્ષમાર્ગ, ધર્મના જ્ઞાનની શી ખબર હોય ? અમુક પરિવારો પોતાની દીક્ષા સાથે બાળકોને પણ ઢસડી જાય છે. દીક્ષા અંગીકારમાં બાળકોના મોહના કારણે સાથે રાખે છે. સમાજના હિતનું વિચારવું જોઈએ. જ્ઞાતિ સમાજના સમાજ સુધારક, યુવાનોએ આગળ આવી બાળદીક્ષાનો વિરોધ કરવો જોઈએ. બાળદીક્ષા લીધેલાને પુખ્ત ઉંમરે સંસારમાં પાછા વળવાનો કાયમી હક્ક–નિયમ બનાવવો જોઈએ. ધાર્મિક નેતાએ આગળ આવી સંસારમાં પાછા વળવા સંબંધી સૂચક ઉપયોગી નિવેદન ઉપદેશ આપવા જોઈએ. ધાર્મિક કટૃરતાથી આખરે સમાજને નુકશાની–હાનિ પહોંચે છે. ભારતમાં પોતાનો ધર્મ, સંપ્નદાય શ્રેષ્ઠ છે તેની હરિફાઈમાં શ્રદ્ધાળુઓ સદીઓથી ગોટે ચડીને, પોતાનો સ્વયં અધિકાર નાગરિકતાનો માર્ગ ભૂલી ગયા છે. જાથા લોકોને તર્કથી વિચારે તે માટે વિચારો રજૂ કરે છે.

વધુમાં જયંત પંડયાએ ચમત્કારોથી ચેતો કાર્યક્રમની પૂર્વભૂમિકા આપી, સંક્ષિપ્ત પ્નયોગ નિદર્શન કરી તેના રહસ્યોની વિગત રસપ્નદ આપી હતી. બાળ વેવિશાળ, બાળમજૂરી, બાળલગ્ન, બાળદીક્ષાના છાત્રાઓના પ્નશ્નના જવાબમાં અંગત અભિપ્નાય આપતા જાથાએ જણાવ્યું કે બાળદીક્ષા આપવી તે માનવ અધિકાર ભંગ છે. બાળદીક્ષા ગેરકાનુની, અમાનવીય અને અધાર્મિક છે. જે બાળકે (બાળાએ) દુનિયા જોઈ નથી, જાણી નથી, માણી નથી, કામ શું છે, ક્રોધ શું છે, માયા શું છે, મમતા શું છે, ત્યાગ શું છે, ભોગ શું છે એનું પ્નાથમિક જ્ઞાન પણ નથી એવા બાળકોને પરાણે ધાર્મિક નેતાઓ અને મા–બાપો દ્વારા દીક્ષા આપવામાં આવે છે તે મરજી વિરૂદ્ધનું, જબરદસ્તી જ કહેવાય જે બળાત્કારની વ્યાખ્યામાં આવે છે. લાંબા ગાળે ભયંકર ખતરનાક સાબિત થાય છે. દિક્ષા આપનારા પોતાના અહંમ સંતોષવા ખાતર અને પોતાની વાહ વાહ, અને વધુમાં વધુ શિષ્યો બનાવવાની હરિફાઈમાં સમાજ સાથે કેટલો ખતરનાક ખેલ કરે છ જે માફ કરવા યોગ્ય નથી. ધાર્મિક નેતાઓ પોતાના શિષ્યોની વય મર્યાદા અને કડક નિયમો બનાવવાની તાતી જરૂરીયાત છે. કાયદા મુજબ બાળક સગીર હોય ત્યાં સુધી કરાર કરી શકતો નથી, મતદાન આપી શકતો નથી, લગ્ન કરી શકતો નથી, બાપ બની શકતો નથી, માતા બની શકતા નથી તો આ અબુધ બાળક જીવનના વળાંકનો અતિ મહત્વનો દીક્ષાનો નર્ણયિ કેમ કરી શકે ? બાળકનું ધાર્મિક લાગણીમાં માનસિક બે્રઈન વોશ કરવામાં આવે છે, વૈરાગ્યતા અને આધ્યાત્મિકતાના આવરણો ચડાવવામાં આવે છે. બાળદીક્ષા અપાવનારા મા–બાપ પ્નત્યે કરૂણા જાગે છે. કેટલાક કહેવાતા ‘ગુરૂઓ‘ ઈરાદાપૂર્વક બાળકોને તથા તેમના મા–બાપને અજ્ઞાન અને અંધશ્રદ્ધાની લહાણી કરતાં રહે છે. સંસાર અસાર છે. સંસાર કાદવ છે સંસાર જ પાપનું મૂળ છે એવી પોપટરટ કરતા રહીને સંસાર પ્નત્યે નફરત ફેલાવવાનો હોલસેલ કારોબાર કરતાં રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થકરો, દેવો, સંતો કોણે આપ્યા ? મહાવીર ભગવાન પણ સંસારમાંથી જ આવ્યા. બાળદીક્ષા આપાનારા બાળકોના ઈનોસન્ટ માઈન્ડમાં એકનું એક જુઠાણું વારંવાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ કરતાં હોય છે. મા–બાપો ઈચ્છાએ કે અનિચ્છાએ પાપ પર પોતાની સંમતીની મહોર લગાવતા હોય છે.
જાથાના જયંત પંડયાએ બાળ દીક્ષા ઉપર આક્રોશ કરતાં કહ્યું કે બાળકને લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઈન્ટેલીજન્ટ પર્સનાલિટી બનાવવાને બદલે કોઈ ધાર્મિક જગ્યા કે આશ્રમના ખુણામાં ગુરૂના પગ દબાવવા, ગુરૂના કપડાં સાફ કરવા, ગુરૂની ગોચરી, સામાન ઉપાડવામાં ગોઠવી દેવામાં આવે છે. આત્માનું કલ્યાણ, મોક્ષ વિગેરે રૂપાળા નામો માત્ર માની લેવાથી કંઈ થતું નથી. જાથાએ જુદા જુદા સંપ્નદાયોમાં બાળદીક્ષા લીધી છે તેઓ મોટી ઉંમરના સન્યાસી કે ધાર્મિક નેતાને પુછતા તેઓએ કહ્યું કે બાળદીક્ષા બંધ થવી જોઈએ. સંયમ અને સંસારના અટપટા વ્યવહારમાં જિંદગી પસાર થાય છે. સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે. બાળદીક્ષા આપનાર અને અપાવનાર બંને સમાજદ્રોહી છે કારણ કે દીક્ષા લેનાર વ્યકિતની પરિપકવતા મેચ્યોરીટી સમજણની સંમતી લેવામાં આવતી નથી પણ તેના ભોળપણ સાથે છેતરપિંડી જ કરવામાં આવે છે.
જાથાને અમુક ધાર્મિક નેતાઓ કહે છે કે દીક્ષા લીધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ? એટલે મન સંસાર પ્નત્યે આકર્ષાયા વગર રહેતું નથી. ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી ન હતી. બાળદીક્ષા સફળ થવાના જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નિષ્ફળ ગયાના ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે, ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે. તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગીમાં ગોરખધંધા શરૂ કરે છે જેનો દોષ દીક્ષા આપનાર – અપાવનારા જવાબદારો છે. સુધારક સાધુ–સંતોએ મનોમંથન કરી બાળદીક્ષા વિરૂદ્ધની પહેલ કરી આગળ આવવું જોઈએ. સમાજનો મોટો વર્ગ સમજતો હોવા છતાં ધાર્મિકતામાં મૌન રહેવાનું પસંદ કરે છે તેથી વર્તમાન સમયમાં પણ બાળદીક્ષાના વરઘોડા જોવા મળે છે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્ત વયે વ્યકિત શારીરિક અને માનસિક રીતે ડામાડોળ બને છે. એને સેકસની સહજ વૃત્તિ જાગે છે અને એ કારણે જ વિવિધ ધર્મોના સાધુ–સમાજના સજાતીય – વિજાતીય સેકસ સ્કેન્ડલોની ઘટના વર્તમાન પત્રોમાં વારંવાર જોવા મળે છે. તેને દબાવવાના યેનકેન ઉપાયો થાય છે. આજે ધાર્મિક નેતાઓમાં ધર્મનો પ્નભાવ પાડવા કરતાં પોતાનો વ્યકિતગત પ્નભાવ પાડવાની મથામણ વિશેષ જોવા મળે છે. અમુક મુનિ–સાધુઓ વાકચાતુર્યથી બાળદીક્ષા લેનાર મા–બાપને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ મા–બાપો મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે. તેનું પરિણામ તો બાળદીક્ષા લેનારે જ ભોગવવું પડે છે. બાળકનું મન કોરી પાટી જેવું હોય છે, ભોળુ અને મુગ્ધ હોય છે. પોતાના ભવિષ્યની કલ્પના સુદ્ધાં તેને નથી. આપણે જે બતાવીએ તે જુએ અને તે સમજે છે. બાળક ઉપર જબરદસ્તી નથી તો શું છે ? બાળકનું ધાર્મિકતાની આડમાં ખાનગીમાં વેંચાણ થતું નથી તે પણ જોવું જોઈએ.
જાથાના પંડયાએ જણાવ્યું કે બાળમજુરી, બાળલગ્ન કરવા કે કરાવવા ગુનો છે. બાળકને શિક્ષા કે શિક્ષણથી વંચિત રાખવા તે પણ ગુનો છે. તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી તો શું છે ? ધર્મના હિતમાં પણ બાળદીક્ષા અટકાવવી જ જોઈએ. હિન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યના ચાર ખંડો વર્ષોના અનુભવ પછી બનાવ્યા છે તેનું પણ ચિંતન કરવું જોઈએ. સંસાર પ્નત્યે દ્વેષ અને ધૃણા કરવાની જરૂર નથી. સંસાર મિથ્યા છે તેવું કહેનારા પણ સંસારીઓથી ઓતપ્નોત હોય છે. કાચું ફળ ખાટું લાગશે તેવી રીતે બાળક કાચું ફળ છે તેની મુગ્ધ વય સત્યાસત્યનો વિવેક કરવા સમર્થ હોતી નથી. બાળકો પોતાના હિત–અહિતનો નર્ણયિ લઈ શકતા નથી તેના ઉપર ઠોકી બેસાડવામાં આવે છે તે જુલ્મી છે. જાથા અનેક સુધારક સાધુ–સંતો, મુનિઓના સંપર્કમાં છે. તેઓ નિખાલસપણે બાળદીક્ષાની તરફેણ કરતા નથી. બાળદીક્ષાની તરફેણ અને વિરૂદ્ધમાં બંને પક્ષે દલીલો હોય છે. તેમાં જનસમાજે જે સાચું લાગે તે માનવું તે સૌનો અધિકાર છે. જાથાએ પ્નશ્નોતરીમાં અંગત મંતવ્ય રજૂ કર્યું હતું.
જાથાએ બાળ વેવિશાળના કિસ્સા તપાસ્યા તેમાં વર્ષોની કુપ્નથા, પરંપરા ચાલી આવે છે. બાળ વેવિશાળથી ભવિષ્યમાં દામ્પત્ય જીવનના અનેક ગંભીર પ્નશ્નો સામે આવે છે તેમાં કડવાશ સાથે આપઘાતના બનાવો પણ નોંધપાત્ર છે. જે સમાજમાં બાળ વેવિશાળથી પ્નશ્નો ગંભીર બનતા હોય તેઓએ ચિંતન કરી ફેરફાર કરવું આવશ્યક છે. જ્ઞાતિ સમાજને આખરી નર્ણયિનો અધિકાર છે.
જાથાના ચેરમેન જયંત પંડયા સ્પષ્ટપણે માને છે કે બાળદીક્ષા અમાનવીય, ગેરકાનુની માનવ અધિકારનું હનન હોય તેથી જે સમાજમાં જાગૃતો હોય તેને બાળદીક્ષાનો વિરોધ કરવા આગળ આવવું પડશે. બાળદીક્ષા, તેના વરઘોડા વિગેરેમાં ભાગ લેવો ન જોઈએ. જાગૃતોએ આગળ આવી સામુહિક વિરોધ પ્નદર્શિત કરવાનો સમય પાકી ગયો છે.
રાજકોટના અનિલ જ્ઞાન મંદિર તથા સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં છાયાબેન દવેના માર્ગદર્શન હેઠળ સંધ્યાબેન તેરૈયા, શીતલબેન ડાંગર, આશાકુંવરબા જાડેજા, જલ્પાબેન વ્યાસ, નિલમબેન પિત્રોડા, બંસરીબેન રાવલ, દિવ્યાબેન ભરખડા, ગુંજનબેન જોષી, મિનાક્ષીબેન તેરૈયા, જાગૃતિબેન ગોહેલ, અંજનાબેન મહેતા, રાજેશ્વરીબેન ચૌહાણ, દિપ્તીબેન સંચાણીયા, આશાબેન ચિચોડીયા, દિપ્તીબેન જોષી, જયશ્રીબેન રવેશિયા, રશ્મિબેન ગોહેલ, કિરણબેન મોદી, યજ્ઞેષભાઈ માંકડ, રવિભાઈ દેત્રોજા, સંદિપભાઈ પાગડા, વિરંચીભાઈ બુચ, જહાન્વીબેન રાજયગુરૂ, હેતલબેન રાઠોડ અને કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલ સહિત જાગૃતોએ ભાગ લીધો હતો.
જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
