ઉમરગામ શહેર કારોબારી, આજરોજ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી નાં ઉપસ્થિતિમાં ઉમરગામ શહેર કારોબારી બેઠક ગાંધી સદન ઉમરગામ ખાતે યોજાઈ હતી. શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ જોષી એ સ્વાગત પ્રવચન થી કાર્યક્રમ ની સુરૂઆત કરી. ત્યાર પછી મહામંત્રી શ્રી સમીરભાઈ ભારતીયા એ શોક ઠરાવ મુક્યા.
વલસાડ જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઇ એ “હર ઘર દસ્તક” વિશે જણાવ્યું કે તાલુકામાં કોરોના રસીકરણ 100% પૂર્ણ કરવા દરેક કાયઁકતાઁઓએ ધરે ધરે જઈ કોરોના રસીકરણ નો પ્રથમ તથા બીજા ડોઝ ની માહિતી એકઠી કરવાની અને જે તે એરીયાના આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી રસીકરણ પૂર્ણ કરાવવાનું છે. આપણી પાર્ટી ‘સેવા હી સંગઠન’ નાં સૂત્રને વરેલી છે.
ઉમરગામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર જી એ ભારતીય જનતા પાર્ટી નાં શાસનકાળ દરમિયાન સરકારશ્રીઓની સિધ્ધિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અને રાજકીય પ્રસ્તાવ રજુ કર્યા હતા.
જીલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા જી એ એમનાં સંબોધનમાં પેજ સમિતિ ની રચના પર ખૂબજ ભાર મુક્યો હતો. પેજ સમિતિનાં પ્રણેતા પ્રદેશ અધ્યક્ષ આદરણીયશ્રી સી આર પાટીલ સાહેબ નાં આગામી કાયઁકમ ‘One Day One District’ પહેલાં બાકી રહેલ પેજ સમિતિ ની રચના પૂર્ણ કરવા સુચના આપી છે. તેમજ આગામી કાર્યક્રમો વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ કાયઁકમ માં વલસાડ જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી શ્રી કમલેશભાઇ પટેલ, જીલ્લા સંગઠન મંત્રી અને ઉમરગામ શહેર પ્રભારી શ્રી પપ્પુભાઈ તિવારી, વર્ષાબેન રાવલ, જિલ્લા મંત્રી જશુમતીબેન દાંડેકર, જિલ્લા લઘુમતી મોર્ચા ના પ્રમુખ ફારૂખભાઈ પેનવાળા, ઉમરગામ શહેર ભાજપ સંગઠન પ્રમુખશ્રી સંજયભાઈ જોષી, ઉમરગામ શહેર સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ ઝા તથા શ્રી સમીરભાઈ ભારતીયા, શહેર સંગઠન નાં તમામ હોદ્દેદારશ્રીઓ, કારીબારી સભ્યશ્રીઓ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, કારોબારી ચેરમેન શ્રી ગૌરવભાઈ કોન્ટ્રાકટર, નગરપાલિકા ના સભ્યશ્રીઓ, મોરચાના પ્રમુખશ્રી/મહામંત્રીશ્રી ઓ, મંડળ સેલના સંયોજકશ્રીઓ, શક્તિ કેન્દ્ર ના સંયોજકશ્રી/પ્રભારીશ્રીઓ, આમંત્રિત સીનીયર કાયઁકતાઁ ઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ રાકેશ ક્ષત્રિય,અમદાવાદ










