શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું.


શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાતમંદ લોકોને સહાયરૂપ બનાવાના ભાગરૂપે પાલનપુર વિભાગના ભારતીય મજદૂર સંઘના મહિલા મંત્રી દવારા ધાબળાનું વિતરણ કરી જરૂરિયાતમંદ ગરીબ લોકોના ચહેરા ઉપર સ્મિત રેલાવવાનો પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવ્યો છે.  પાલનપુર વિભાગના ભારતીય મજદૂર સંઘના મહિલા મંત્રી જસ્મીનાબેન નાયકના અથાગ પ્રયત્નો તથા પાલનપુર ડેપોના સાથ અને સહકારથી જરૂરિયાત મંદ લોકોને શિયાળાની ઠંડી થી બચવા માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ભારતીય મજદૂર મહાસંઘના સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય,પાલનપુર વિભાગના પ્રમુખ ભુપેન્દ્રભાઈ,ઉતર જોનના મહિલા પ્રભારી ભગવતીબેન તથા મહાસંઘના મહિલા પ્રતિનિધિ પારૂલબેન તથા મોટી સંખ્યામાં ભારતીય મજદૂર સંઘના કાર્યકરો હાજર રહેલ જેમાં અંદાજે ૧૦૦ જેટલા જરૂરિયાત મંદ લોકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આનંદ ઠક્કર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *