અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટેના રસીકરણનો પ્રારંભ.

સાણંદ તાલુકાના શાંતિપુરા અને મોરૈયા ખાતે જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલેએ ખાસ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો અને સંવાદ સાધ્યો.

સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવા અને કોરોના સામે યુવાનો, વૃધ્ધો સહિત બાળકોને પણ સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં તારીખ 3 જાન્યુઆરી 2022 થી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેકિસન આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના શાંતિપુરા અને મોરૈયા ખાતે આજરોજ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ધામેલીયાએ ખાસ ઉપસ્થિત રહીને બાળકો- વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેમની સાથે સંવાદ સાધ્યો હતો.

જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકોનુ રસીકરણ ઝડપથી પૂર્ણ થાય તે માટે ભારત સરકાર દ્વારા રસીકરણની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગ્રામીણમાં શાળામાં જતાં બાળકોની સંખ્યા ૬૪ હજાર છે તથા અન્ય સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 6600 કરતાં વધારે છે. આમ ૭૦ હજારથી વધારે બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે ગઈકાલથી શરૂ કરવામાં આવેલા રસીકરણમાં ૨૦ હજારથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. બાળકો અને તેમના પરિવાર તરફથી રસીકરણ માટે સપોર્ટ અને ઉત્સાહ વર્તાઇ રહ્યો છે જેના કારણે રસીકરણાના કામમાં ગતિ આવી છે.શરૂઆતમાં ચાર દિવસ સુધી શાળાએ જતા બાળકોને રસીકરણ થશે. ૭ તારીખે મહાઅભિયાનમાં શાળાએ ન જતા બાળકોનું રસીકરણ કરવામાં આવશે, ત્યારબાદ 8 અને 9 જાન્યુઆરીએ સાંજે કેમ્પનું આયોજનમાકોઈ બાળક રસીથી વંચિત રહી ગયું હશે એને ખાસ આવરી લેવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનીલભાઇ ધામેલિયાએ જણાવ્યું હતું કે ૩ થી ૭ જાન્યુઆરી સુધી જિલ્લાના તમામ  ૧૫ થી ૧૮ ની વયજુથના બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાનો મહત્તમ પ્રયાસ છે.આ સાઅથે ડોર-ટુ-ડોર પણ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં કોઇ બાળક રસીથી વંચિતન રહી જાય તેની વહિવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવનાર છે.

રસીકરણ કરવામાં આવશે જેમાં અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં ૧,૦૫,૫૭૮ ટીનેજર્સને વેક્સિન આપવાનો લક્ષ્યાંક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM