રોટરી ઇન્ટરનેશનલ તેના સેવાકીય કાર્ય માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, તેના ડિસ્ટ્રિક્ટ 3054ના ઝોન 12ના આસિસ્ટન્ટ ગવર્નર તરીકે રોટરી ક્લબ હિંમતનગરના પૂર્વ પ્રમુખ રોટે. ડૉ.સંજય વેદિયાની ગવર્નર ડૉ. બલવંતસિંહ ચિરાના દ્વારા વર્ષ 2022-23 માટે નિમણૂક કરવામાં આવી.રોટરી ક્લબ હિંમતનગરના પૂર્વ પ્રમુખ રોટે.ડૉ.સંજય વેદિયાની કોરોના મહામારીના વિપરીત સમયમાં સેવાકીય કાર્યોની સમગ્ર હિંમતનગર શહેર અને રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ – 3054 અભિનંદનીય કામગીરી લક્ષમાં લઈ વર્ષ -2020-21 માં રોટરી ક્લબ હિંમતનગરને 27 એવોર્ડ આપી સન્માન કર્યું હતું. હિંમતનગર શહેરને વર્ષ 2020-21માં સબપેટી, બાયોપેપ મશીન, વેન્ટિલેટર મશીન, ઓક્સિજન કોન્સરેટર બેંક, અર્પણ કર્યા અને અન્નપૂર્ણા પ્રોજેક્ટ 52 રવિવારીય સ્નેહ સેવા પૂર્ણ કરી તેના બીજા વર્ષમાં પ્રવેશ કરેલ છે. રોટરી ક્લબ હિંમતનગરના પીડીજી ડૉ.અરુણ પરીખ, રોટે.મેહુલ કોઠારી, રોટે.પ્રફુલ વ્યાસ, પ્રમુખ રોટે. પ્રશાંત વ્યાસ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી.પટેલ, ઓલ ગુજરાત મંડપ એસોસિયેશનના મંત્રી રાજુભાઈ અમીન, હિંમતનગર નાગરિક બેન્કના ચેરમેન શ્રી હિરેન ગોર, રોટે. ગૌતમ દોશી, રોટે. રસિકલાલ પટેલ દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે.
| dharmik bhatt |

