ટંકારા ખાતે ભાજપના અગ્રણીઓએ તરૂણોને રસીકરણ કાર્ય નો પ્રારંભ કરાવ્યો.

કેપ: સમગ્ર દેશ સાથે ટંકારા તાલુકામા વેકસીનેશનનો ભાજપ પ્રમુખ દ્વારા પ્રારંભ.

વિશ્ર્વભરમા કોરોના કહેર વરતાવી રહ્યો છે.ભારતમા કોરોના આતંકને ખાળવા વડાપ્રધાને ૧૫ થી ૧૮ ના તરૂણો ને સુરક્ષિત કરવા વેકસિનેશનની કરેલી જાહેરાતને પગલે ટંંકારા ભાજપ પ્રમુખે ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.જગત આખા ને છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કનડી રહેલા કોરોનાનો કહેર ખાળવા ભારતમા અગાઉ પુખ્ત વયના લોકોને વેકસિનેશન કરાયુ હતુ. રસીકરણ થકી સમગ્ર વિશ્વ ની સરખામણીએ ભારતમા ખુવારી ઓછી થઈ હતી. વર્તમાન સમયમા ફરી કોરોના પેટર્ન બદલી ઓમિક્રોન રૂપે હાવી થતા કોરોના સામેની લડાઈમા રાષ્ટ્રના તરૂણો ને સુરક્ષિત કરવાના આશયથી તાજેતરમા વડાપ્રધાને ૩ જી જાન્યુઆરી થી રસીકરણની કરેલી જાહેરાતને પગલે ટંકારા તાલુકામા રસીકરણનો આરોગ્ય તંત્ર દ્વારા પ્રારંભ કરાયો હતો. જેમા, ટંકારાની સિવીલ હોસ્પિટલ ખાતે તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા ઉપરાંત ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરીયાએ ખાસ ઉપસ્થિત રહી ૧૫ થી ૧૮ વયના તરૂણોને વેક્સીનેશન આપવાનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે સિવીલ હોસ્પિટલ સ્ટાફે રસીકરણ કર્યું હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *