બલ્ગેરિયાની નેત્રહિન વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગાના અનુયાયીઓ દ્વારા વર્ષ ર૦રરની ધરતી ઉપર પ્નલય, ભુકંપ, સુનામી, ઘાતક વાયરસ, એલિયન હુમલો વિગેરે ભવિષ્યવાણીનું કડડભૂસ, ખોટી સાબિત થશે તેવું ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી દાવાપૂર્વક જાહેર કરે છે. બાબા વેંગાની ભવિષ્યવાણી આજસુધી એકપણ સાચી પડી નથી તેથી આગાહીઓ કચરામાં ફેંકી દહેશત, ભય, શંકા–કુશંકાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીની ભ્રામક હકિકતમાં લેખિતમાં નહિ માત્ર મૌખિક તેના અનુયાયીઓએ જાહેર કર્યું તેમાં વર્ષ ર૦રર માં ભારતમાં ભૂખમરાની સ્થિતિ, એલિયનનો હુમલો અને ધરતી ઉપર પ્નલય આવશે. દુનિયામાં પાણીનું સંકટ વિકટ બનશે. પીવાના પાણીની મુશ્કેલી, નદીઓનું પાણી પ્નદુષિત, સરોવર–તળાવ સંકોચાતા અને ગ્લોબલ વોર્મિગની અસર ભારતમાં વધુ જોવા મળશે. તાપમાન વધવાને કારણે તીડની સંખ્યા વધશે, જે પાકને નષ્ટ કરશે. હિંદ મહાસાગરમાં ભુકંપ બાદ મોટી સુનામી આવશે. ઓસ્ટે્રલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા અને ભારત સહિતના દેશોને ભયંકર અસર થશે. સાઈબેરિયામાં એક નવો ઘાતક વાઈરસ શોધશે. જે માનવ જાતિ માટે ખતરો ઉભો કરશે. એલિયન્સ એમુઆમુઆ નામનો એસ્ટ્રોઈડ ધરતી પર આવીને હુમલો કરશે. નેત્રહિન બાબા વેંગાની તમામ આગાહીઓ વિકૃત માનસ બતાવે છે. છેલ્લા ૩૦ વર્ષમાં અનેક આગાહીકારો, ભવિષ્યકારોના ફળકથનો નર્યું તુત સાબિત થયા છે તેમાં બાબા વેંગાની આગાહીનો ઉમેરો થયો છે જે ખોટો સાબિત થશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું છે કે બાબા વેંગાનું અવસાન વર્ષ ૧૯૯૬ માં થયું છે. તેના અનુયાયીઓ દ્વારા નકારાત્મક ભવિષ્યવાણી જાહેર કરવામાં આવી છે. નેત્રહિન બાબા વેંગાની આગાહીઓ એકપણ લેખિતમાં નથી. માત્ર મૌખિક આધારે વર્ષ ર૦રર નું ફળકથન કરવામાં આવ્યું છે તેના પર ભરોસો રાખી શકાય નહિ. અત્યાર સુધી એકપણ આગાહી સાચી પડી હોય તેવું પુરવાર થયું નથી. નેત્રહિન બાબા વેંગાની અપંગતાથી હતાશા, વિકૃતી માનસના દર્શન થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વના આગાહીકારો એકપણ સાચા પડયા નથી. તમામ બોગસ, બેબુનિયાદ સાબિત થયા છે તેમાં બાબા વેંગાનો ઉમેરો થવાનો છે.
વિશેષમાં પંડયા જણાવે છે કે કુદરત પ્નાકૃતિક નિયમ અનુસાર પૃથ્વી ઉપર દર મિનિટે સારી–ખરાબ ઘટનાઓ બનવાની છે તેને કોઈપણ અટકાવી શકતું નથી. માનવી કુદરતના નિયમોનો ભંગ કરતા હોય ખરાબ અનુભવ, ઘટના બને છે જે પ્નકૃતિનો ભાગ છે. આગાહીકારો– ભવિષ્યવેંતાઓ માનવજાતના દુશ્મનો છે. વર્ષ ર૦રર ભારત સફળતાના શિખરો સર કરશે. પુરૂષાર્થથી મહાન બનશે. પૃથ્વી પ્નકૃતિ નિયમાનુસાર હોય છે. બાબા વેંગાની ભારત સંબંધી ભવિષ્યવાણી બોગસ, તુત સાબિત થવાની હોય ભય, શંકાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે.
- – છેલ્લા ૩૦ વર્ષમાં તમામ આગાહીકારો ખોટા સાબિત થયા.
- – ધરતી પર પ્નલય, ભુકંપ, સુનામી, આફતો બોગસ સાબિત થશે.
- – બાબા વેંગાની ભવિષ્યવાણીના એકપણ સચોટ પુરાવા નથી.
- – નેત્રહિન, વિકૃત બાબા વેંગાનું વર્ષ ૧૯૯૬ માં અવસાન.
- – ભવિષ્યવાણીને વિજ્ઞાન જાથા વખોડે છે.
