તા.૧૦ મી એ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માનવાના અવસરનો લાભ લેવાની સોનેરી તક

વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશના અંદાજે ૧૫૦ જેટલા પતંગબાજો  પતંગ મહોત્સવમાં ભાગ લેશે

ર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ ને સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૨ યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી શાહે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.  જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નાયબ જિલ્લા પોલીસ અધિકક્ષક સુશ્રી વાણી દુધાત, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમના પ્રોજેક્ટ મેનેજરશ્રી અજીત જોષી ઉપરાંત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ચર્ચા દરમિયાન અપાયેલી જાણકારી મુજબ તા.૧૦ મી જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે ૧૫૦ જેટલા પતંગબાજો ભાગ લેશે. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM